• સાઉથ આફ્રિકા સામે ભારત ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે
  • ભારત સામે ટેસ્ટમાં કેપ્ટન બવુમા અને રબાડાનું રમવું મુશ્કેલ
  • આફ્રિકાના મુખ્ય ફાસ્ટ બોલર એનગિડી રમવા અંગે અનિશ્ચિતતા

ભારત અત્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યા ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે. સૌથી પહેલા 3 મેચની T20 સિરીઝ શરૂ થઈ છે. જેમાં આજે છેલ્લી મેચ છે અને આ પછી ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત 19 ડિસેમ્બરથી શરૂ થશે. અંતમાં બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 26 ડિસેમ્બરે રમાશે.

બવૂમા અને રબાડા ર્સ્ટ-ક્લાસ મેચ ન રમ્યા

ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા સાઉથ આફ્રિકાના બે મોટા ઝટકા લાગ્યા છે. વાસ્તવમાં, સાઉથ આફ્રિકાની ટીમના ઘણા ખેલાડીઓ ભારત સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યા છે, પરંતુ બે મુખ્ય ખેલાડીઓ ડોમેસ્ટિક મેચ રમ્યા નથી. સાઉથઆફ્રિકાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમા અને ફાસ્ટ બોલર કાગીસો રબાડા ડોલ્ફિન્સ સામેની લાયન્સની હોમ ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યા નહતા.

એક રિપોર્ટ અનુસાર, કેપ્ટન ટેમ્બા બાવુમા કેટલાક અંગત કારણોસર આ મેચ ચૂકી ગયો છે, જ્યારે કાગિસો રબાડાએ ઈજામાંથી બહાર આવવા અને ઝડપથી ફિટ થવા માટે આ મેચ છોડી દીધી છે. આવી સ્થિતિમાં, જો આ બંને ખેલાડીઓ ભારત સામે ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં તો સાઉથ આફ્રિકાની ટીમ માટે તે મોટું નુકસાન હશે. જો કે, ટેમ્બા બાવુમાએ અંગત કારણોસર મેચ છોડી દીધી છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પ્રથમ ટેસ્ટ મેચ સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ જો રબાડાની ઈજા સંપૂર્ણપણે ઠીક નહીં થાય તો તેના માટે રમવું મુશ્કેલ બનશે.

ટેસ્ટ શ્રેણીમાં કોણ ફાસ્ટ બોલિંગ કરશે?

આ ટીમ સાઉથ આફ્રિકા માટે ખૂબ જ ખરાબ અને ટીમ ઈન્ડિયા માટે ખૂબ સારું રહેશે. આ ઉપરાંત, સાઉથ આફ્રિકાના અન્ય મુખ્ય ઝડપી બોલર લુંગી એનગિડીની ઉપલબ્ધતા પર પણ પ્રશ્ન છે, જે ઈજાના કારણે ભારત સામે ચાલી રહેલી ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેથી, ટેસ્ટ શ્રેણી માટે સાઉથ આફ્રિકાના બે મુખ્ય ફાસ્ટ બોલરોના રમવા અંગે અનિશ્ચિતતા છે, જે ચોક્કસપણે યજમાન ટીમ માટે ચિંતાનો વિષય છે.

  • Follow us on: