- ટી20 ક્રિકેટના સફળ બેટ્સમેન રહ્યા છે યાદવ
- રણજી ટ્રોફીમાં રમશે સૂર્યકુમાર, ટીમમાં નામ થયું પસંદ
- 3 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે સૂર્યકુમાર યાદવ
ટીમ ઈન્ડિયા હાલમાં બાંગ્લાદેશની સામે 2 મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સમયે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમનો ભાગ બન્યા નથી. તેઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસ બાદ આરામ પર છે. આ સમયે સૂર્યકુમારને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે. લાંબા વિરામ બાદ તેઓ ફરી વાપસી માટે તૈયાર છે. આ વખતે તેઓ એવા ટૂર્નામેન્ટમાં ભાગ લેશે જેનો તેઓ છેલ્લા 3 વર્ષથી ભાગ બન્યા નથી.
3 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે સૂર્યકુમાર યાદવ
ભારતીય ક્રિકેટમાં આ સમયે રણજી ટ્રોફી 2022-23 રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવ ફરી એક વાર આ ટૂર્નામેન્ટ રમતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી તેઓ રણજી ટ્રોફીનો ભાગ બન્યા નથી. સૂર્યકુમાર ઘરેલૂ ક્રિકેટમાં મુંબઈની તરફથી રમશે. મુંબઈની ટીમ 20 ડિસેમ્બરથી હૈદરાબાદની સામે મેચ રમશે. આ મેચ માટે મુંબઈ ક્રિકેટ એસોસિયેશને 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં સૂર્યકુમારનું નામ પણ સામેલ છે.
વર્ષ 2022માં ખૂબ રમ્યા યાદવ
સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં ટી 20 ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. આ વર્ષે તેઓએ 31 ઈનિંગમાં 46.56ની સરેરાશ અને 187.43ના સ્ટ્રાઈક રેટથી કુલ 1164 રન બનાવ્યા હતા. આ સમયે તેમના બેટથી 9 ફિફ્ટી અને 2 સદી જોવા મળી હતી. આ વર્ષે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ જ રહ્યા, તેઓએ વનડેમાં પણ 13 મેચ રમી અને 280 રન બનાવ્યા હતા. તેઓ ટીમ ઈન્ડિયાને માટે હાલમાં એક પણ ટેસ્ટ મેચ રમી શક્યા નથી.
જાણો હૈદરાબાદની સામે મુંબઈની રણજી ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃશ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જાયસ્વાલ, અરમાન જાફર, સરફરાઝ ખાન, સુવેદુ પારકર, હાર્દિક તમોરે, પ્રસાદ પંવાર, શમ્સ મુલાની, તનુશ કોટિયન, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, સિદ્ધાર્ત રાઉત, રોયસ્ટન ડાયસ, શશાંત અતર્દે, મુશીર ખાન.