- ભારત-આયરલેન્ડ વચ્ચે રમાશે T-20 સિરીઝ
- 3 મેચની સીરિઝનું કરાયું આયોજન
- સૂર્યકુમાર બનશે ભારતનો કેપ્ટન
ભારત અને આયરલેન્ડ વચ્ચે 18થી 23 ઓગસ્ટ દરમિયાન 3 મેચની T-20 સીરિઝ રમવામાં આવશે. આ સીરિઝમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને આરામ આપવામાં આવશે. જેથી ભારતીય ટીમ નવા ખેલાડીના નૈતૃત્વમાં મેદાનમાં ઉતરશે.
સૂર્યકુમાર યાદવ બનશે કેપ્ટન
આયરલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે. આ અગાઉ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જસપ્રીત બુમરાહને આયરલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં કેપ્ટન બનાવવામાં આવશે.
હાર્દિક અને ગિલને આરામ અપાશે
18 ઓગસ્ટથી ટીમ ઈન્ડિયા આયરલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની સીરિઝ રમશે. જેથી આગામી વનડે વર્લ્ડકપ અને એશિયા કપના કારણે ટીમમાં મોટો ફેરફાર થશે. આયરલેન્ડ વિરુદ્ધની આ સીરિઝમાંથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર બેટ્સમેન શુભમન ગિલને આરામ આપવામાં આવશે.
સીરિઝમાં કરવું પડશે ટ્રાવેલ
મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યાને આરામ આપવો કે નહીં તે અંગે હજુ સ્પષ્ટ થયું નથી. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વનડે અને T-20 સીરિઝ બાદ હાર્દિક પંડ્યા શું કરવા માંગે છે તે પણ જોવામાં આવશે. સાથે જ આ સીરિઝમાં તેમણે ખૂબ ટ્રાવેલ કરવું પડશે. જેથી એશિયા કપને ધ્યાનમાં રાખી હાર્દિક પંડ્યાને આરામ કરી શકે છે.
એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને ટીમમાં મળી શકે સ્થાન
એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને આયરલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. જેથી આ ખેલાડીઓ આયરલેન્ડમાં સરળતાથી તૈયારી કરી શકશે.