• T-20 વર્લ્ડકપમાં નવી ટીમની એન્ટ્રી
  • કેનેડાએ પ્રથમ વખત વર્લ્ડકપ માટે કર્યું ક્વોલીફાઈ
  • કેનેડાની ટીમની 118 રને થઈ જીત

ઓમાનની રાજધાની અલ અમીરાતમાં અત્યારે ICC T-20 વર્લ્ડકપ ક્વોલીફાયર-Aની શરૂઆત થઈ છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે કેનેડા અને ફિલિપાઈન્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેચમાં કેનેડાની 118 રને જીત થઈ છે. આ જીત સાથે હવે કેનેડાની ICC T-20 વર્લ્ડકપમાં એન્ટ્રી થઈ છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત કેનેડાની ટીમ ICC T-20 વર્લ્ડકપમાં જગ્યા બનાવી છે. ICC T-20 વર્લ્ડકપમાં કેનેડાને જગ્યા અપાવવામાં મેથ્યૂ સ્પૂર્સે મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે કેનેડા વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી છે.

કેનેડાના મેથ્યૂ સ્પૂર્સે રચ્યો ઈતિહાસ

ફિલિપાઈન્સ વિરુદ્ધ મેચમાં કેનેડા તરફથી શાનદાર બેટિંગ કરીને મેથ્યૂ સ્પૂર્સે સદી ફટકારી છે. મેથ્યૂ સ્પૂર્સની આ T-20 ડેબ્યૂ મેચ હતી. પોતાના ડેબ્યૂ મેચમાં જ મેથ્યૂ સ્પૂર્સે શાનદાર સદી ફટકારી છે. 22 વર્ષના મેથ્યૂ સ્પૂર્સે 68 બોલમાં 108 રનની ઈનિંગ રમી છે. મેથ્યૂ સ્પૂર્સે પોતાની ઈનિંગમાં 14 ફોર અને 3 સિક્સ ફટકારી છે. T-20 ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં અત્યાર સુધી એવા 4 બેટ્સમેન છે, જેમણે સદી ફટકારી છે. આ 4 ખેલાડીઓમાં 2 ખેલાડી કેનેડાની ટીમના છે. મેથ્યૂ સ્પૂર્સ પહેલાં વર્ષ 2019માં કેનેડાના રવિંદરપાલ સિંહે પોતાના ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. રવિંદરપાલ સિંહે 101 રનની ઈનિંગ રમી હતી.

118 રને કેનેડાની જીત

ફિલિપાઈન્સ અને કેનેડાની મેચની વાત કરવામાં આવે તો, કેનેડાએ પહેલાં બેટિંગ કરીને 1 વિકેટના નુકસાને 216 રન બનાવ્યા હતા. મેથ્યૂ સ્પૂર્સ ઉપરાંત મેચમાં કેનેડા માટે રયાન પઠાને 73 રનની ઈનિંગ રમી હતી. 216 રનના ટાર્ગેનો પીછો કરવા ઉતરેલી ફિલિપાઈન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 98 રન જ બનાવી શકી હતી. આ પ્રકારે કેનેડાએ 118 રને જીત મેળવી છે.

  • Follow us on: