• ભારત અને કેનેડા વચ્ચેની મેચ ખરાબ આઉટફિલ્ડના કારણે રદ કરાઇ
  • આ મેચ રદ્દ થયા બાદ ભારત અને કેનેડાને એક-એક પોઈન્ટ મળ્યો હતો
  • ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન, આયર્લેન્ડ અને અમેરિકાને હરાવ્યું

T20 વર્લ્ડકપમાં ભારત અને કેનેડા વચ્ચે રમાયેલી મેચ ખરાબ આઉટફિલ્ડના કારણે રદ કરવામાં આવી છે. આ મેચ રદ્દ થયા બાદ ભારતે કેનેડા સાથે એક-એક પોઈન્ટ વહેંચવો પડ્યો હતો. આ મેચ રદ્દ થયા બાદ ભારતના 7 પોઈન્ટ છે અને તે ગ્રુપમાં ટોપ પર છે. આ મેચ રદ્દ થયા બાદ ભારતનું સુપર-8 શેડ્યૂલ પણ કન્ફર્મ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં પ્રથમ સ્થાન પર છે, જેના કારણે તે સુપર-8માં ગ્રુપ વનમાં રહેશે. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન, આયર્લેન્ડ અને અમેરિકાને હરાવ્યું છે.


19 જૂનથી સુપર-8 મેચ રમાશે

T20 વર્લ્ડકપની સુપર-8 મેચો 19 જૂનથી શરૂ થઈ રહી છે. સુપર-8ની 8 ટીમોને બે ગ્રુપ (1 અને 2)માં રાખવામાં આવી છે. જેમાં A1, B2, C1, D2ને ગ્રુપ-1માં રાખવામાં આવ્યા છે. જ્યારે A2, B1, C2 D1ને ગ્રુપ 2માં રાખવામાં આવ્યા છે. કેનેડા સામેની મેચ રદ્દ થયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયા ગ્રુપ વનમાં જ રહેશે. ટીમ ઈન્ડિયાના હાલમાં 7 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.137 છે.

જાણો ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ICCના શેડ્યૂલ મુજબ સુપર-8માં ભારતીય ટીમની ત્રણ મેચ 20, 22 અને 24 જૂને રમાશે. સુપર 8માં ભારતની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારત 22 જૂને બાંગ્લાદેશ અથવા નેધરલેન્ડ સામે ટકરાશે. આ મેચ એન્ટીગુઆમાં રમાશે. ભારતીય ટીમ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે જોવા મળી શકે છે. આ મેચ સેન્ટ લુસિયામાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચ સ્કોટલેન્ડ સામે રમવાની છે.

  • Follow us on: