- T20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાનનું શાનદાર પ્રદર્શન
- સેમિફાઇનલમાં ત્રિનિદાદમાં ટકરાશે અફઘાનિસ્તાન-દક્ષિણ આફ્રિકા
- સેમિફાઇનલમાં ત્રિનિદાદના મેદાનની પિચ કેવી હશે
T20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમે સેમિફાઇનલ સુધીના પ્રવાસમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવી ટીમોને હરાવી છે. હવે અફઘાનિસ્તાને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવાનો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બ્રાયન લારા ક્રિકેટ એકેડમી સ્ટેડિયમમાં 27 જૂને રમાશે. તો ચાલો જાણીએ કે સેમિફાઇનલમાં ત્રિનિદાદના મેદાનની પિચ કેવી હશે.
જાણો કોને મદદ મળશે
T20 વર્લ્ડકપ 2024માં અત્યાર સુધી બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નથી. ખેલાડીઓએ રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. ત્રિનિદાદની પિચ પર પણ આવું જ કંઈક જોવા મળી શકે છે. વર્તમાન T20 વર્લ્ડકપમાં અહીં 4 મેચ રમાઈ છે. આ 4 મેચમાં કોઈપણ ટીમ 50થી વધુ રન બનાવી શકી નથી. અફઘાનિસ્તાનની ટીમ અહીં એક મેચ રમી છે. અફઘાનિસ્તાનનો અહીં પપુઆ ન્યુ ગિનીનો સામનો થયો હતો. અફઘાનિસ્તાને આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.
જો પીચમાં થોડી પણ મદદ મળશે તો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે મુશ્કેલી પડશે. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મોહમ્મદ નબી અને નૂર અહેમદ જેવા સ્ટાર સ્પિનર છે. અહીં અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 4 વખત જીતી છે. જ્યારે 7 વખત ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમો જીતી છે.
અહીં જુઓ આંકડા
- પ્રથમ બેટિંગ કરીને જીતેલી મેચ – 4
- પ્રથમ બોલિંગ કરીને જીતેલી મેચ – 7
- પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર – 135 રન
- બીજી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર – 122 રન
- હાઈએસ્ટ સ્કોર- ઈંગ્લેન્ડ 167 રન
- સૌથી ઓછો સ્કોર- યુગાન્ડા 40 રન
- સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ- વેસ્ટ ઈન્ડિઝ 149 રન
બંને દેશોની સંપર્ણ ટીમ
અફઘાનિસ્તાન – રહેમાનુલ્લા ગુરબાઝ (Wk), ઈબ્રાહીમ ઝદરાન, ગુલબદ્દીન નઇબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, કરીમ જનાત, રાશીદ ખાન (C), નંગેયાલિયા ખરોટે, નૂર અહેમદ, નવીન-ઉલ હક, ફઝલહક ફારૂકી, નજીબુલ્લાહ ઝદરાન, ફરીદ અહેમદ મલિક, હઝરતુલ્લા ઝાઝાઈ, મોહમ્મદ ઈશાક
દક્ષિણ આફ્રિકા– રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક (wk), એડન માર્કરમ (c), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કગીસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેઝ શમ્સી, ગેરાલ્ડ કોએત્ઝી, રેયાન રિકલ્ટન, જોર્ન ફોર્ટ્યુઈન, ઓટનીએલ બાર્ટમેન