• ટી20 વર્લ્ડકપમાં નવી ટીમોએ કર્યા ઉલટફેર
  • મોટી ટીમોએ જીતવા માટે માર્યા વલખા
  • USAની ટીમે સૌને પ્રભાવિત કર્યા

T20 વર્લ્ડકપ 2024એ અત્યાર સુધી બધાને ચોંકાવી દીધા છે. ખૂબ જ નીચા રેન્કવાળી ટીમો ઉલટફેર કરી રહી છે, ઓછા સ્કોરવાળી મેચનો ઉત્સાહ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. યજમાન USA સૌથી વધુ પ્રભાવિત કર્યા છે, જેણે સુપર ઓવર સુધી ચાલેલી મેચમાં પાકિસ્તાનને હરાવીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. ચાલો જાણીએ કે USA સહિત કયા સહયોગી દેશો T20 વર્લ્ડકપના સુપર-8માં સ્થાન મેળવી શકે છે.

USAને બીજી જીતની જરૂર- ગ્રુપ એ

યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય ટીમ પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડકપમાં ભાગ લઇ રહી છે. અમેરિકાએ પાકિસ્તાનને હરાવતાં જ દુનિયાભરના મીડિયાએ આ સમાચારને આવરી લીધા હતા. આ ટીમે અત્યાર સુધી વર્લ્ડકપમાં પોતાની બંને મેચ જીતી છે અને ગ્રુપ Aમાં 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. USA પાસે હજુ 2 મેચ રમવાની બાકી છે, જેમાંથી જો તે એક પણ જીતે છે તો તેનું સુપર-8માં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે.

સ્કોટલેન્ડ ઇતિહાસ રચી શકે છે- ગ્રુપ બી

T20 વર્લ્ડકપ 2024માં ઈંગ્લેન્ડ સાથે સ્કોટલેન્ડની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. તે મેચમાં મેળવેલ એક પોઈન્ટ હજુ પણ સ્કોટલેન્ડની તરફેણમાં જતો જણાય છે. ઈંગ્લેન્ડ સામેની મેચ રદ્દ થયા બાદ સ્કોટલેન્ડે ઓમાન અને નામીબિયાને મોટા અંતરથી હરાવ્યું છે. સ્કોટલેન્ડના હાલમાં 5 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +2.164 છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે હારી ચૂકેલ ઈંગ્લેન્ડ જો સુપર-8નું સપનું જોવા ઈચ્છે છે તો તેને ઓમાન અને નામિબિયાને મોટા અંતરથી હરાવવું પડશે. પરંતુ જો સ્કોટલેન્ડ કોઈક રીતે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ થાય છે અથવા તો તેની મેચ રદ થાય છે, તો સ્કોટલેન્ડ સુપર-8માં જશે.

નેધરલેન્ડ પાસે સુવર્ણ તક- ગ્રુપ ડી

નેધરલેન્ડ્સમાં ઘણા સારા ખેલાડીઓ છે અને જો ટીમ એકજુટ થઈને પ્રદર્શન કરી શકશે તો તે ચોક્કસપણે સુપર-8માં જગ્યા બનાવી લેશે. અત્યારે ટીમે 2 મેચમાં એક જીત નોંધાવી છે અને તેને હજુ બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સામનો કરવો પડશે. ગ્રુપ ડીમાં દક્ષિણ આફ્રિકા લગભગ સુપર-8માં પહોંચી ગયું છે, પરંતુ નેધરલેન્ડને બીજો સ્લોટ મળી શકે છે. આ કરવા માટે, ડચ ટીમને તેની આગામી બંને મેચો જીતવી પડશે.

  • Follow us on: