• સુપર-12 રાઉન્ડમાં ભારતની પહેલી હાર 
  • એડન માર્કરામના 52, ડેવિડ મિલરના 59 રન
  • અર્શદીપની બે, શમી-પંડ્યા-અશ્વિનની એક-એક વિકેટ

T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડમાં આજે ભારતને પહેલી હારનો સામનો કરવા પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને 5 વિકેટે હરાવ્યું હતું. 134 રનનો પીછો કરતા આફ્રિકન ટીમે 19.4 ઓવરમાં ટાર્ગેટ હાસિલ કરી લીધો હતો અને ભારત સામે જીત મેળવી હતી.

દ.આફ્રિકાને જીતવા 134 રનનો ટાર્ગેટ

સુપર-12 રાઉન્ડની 18મી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 133 રન બનાવાયા હતા અને દ.આફ્રિકાને જીતવા 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સુર્યકુમાર યાદવે સૌથી વધુ 68 રન ફટકાર્યા હતા, જ્યારે આફ્રિકાના લુંગી એનગીડીએ ચાર અને વેઈન પાર્નેલે ત્રણ વિકેટ ઝડપી હતી.


ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય 

T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 18માં મુકાબલામાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણ આફ્રિકાને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને દેશની ટીમ:

ભારત:

રોહિત શર્મા (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

સાઉથ આફ્રિકા:

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલી રોસોઉ, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે

  • Follow us on: