• બાબર આઝમને ફરીથી પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવ્યો
  • બાબર આઝમની કપ્તાનીને લઈને બે ખેલાડી વચ્ચે બોલચાલી
  • ઇમામ-ઉલ-હક અને અહેમદ શહેઝાદ વચ્ચે બોલચાલી

બાબર આઝમે ODI વર્લ્ડકપ 2023 બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી T20 વર્લ્ડકપ પહેલા બાબરને ફરી એકવાર પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ મુદ્દે ભારે ચર્ચા જાગી હતી. હવે બે પાકિસ્તાની ખેલાડીઓ લાઈવ ટીવી પર બાબરની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાની ટીમની સ્થિતિને લઈને લડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક ખેલાડીએ બાબર આઝમની આકરી ટીકા કરી હતી.

પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ પર ગુસ્સે

પાકિસ્તાન ચેનલ જિયો ટીવી પર T20 વર્લ્ડકપના એક શો દરમિયાન, ટીમના બે ખેલાડીઓ ઇમામ-ઉલ-હક અને અહેમદ શહેઝાદ વચ્ચે બાબર આઝમને લઈને દલીલ જોવા મળી હતી. આ દરમિયાન અહેમદ શહેઝાદ બાબર તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. અહેમદ શહજાદે કહ્યું કે અમે દ્વિપક્ષીય શ્રેણી જીતવા માટે નહીં પરંતુ ICC ટ્રોફી જીતવા માટે ક્રિકેટ રમીએ છીએ. શું આપણે છેલ્લા 4 થી 5 વર્ષમાં કોઈ ICC ટ્રોફી જીતી છે? શહેઝાદનું કહેવું છે કે ખેલાડીઓ ફ્લોપ હોવા છતાં બાબર તેમને ટીમમાં પસંદ કરે છે અને તેમને સતત રમે છે કારણ કે તેઓ તેમના મિત્રો છે.

'તમે ધોની નથી'

બાબર આઝમને ફરીથી કેપ્ટન બનાવવા અંગે અહેમદ શહેઝાદે કહ્યું કે તમને હટાવી દેવામાં આવ્યા હતા પરંતુ તમને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અહીં હું કહીશ કે જો તમે એમએસ ધોની હોત તો તમને ચોક્કસપણે પાછા લાવવામાં આવ્યા હોત. શાહીનને માત્ર બે મેચ બાદ સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો જે તદ્દન ખોટું હતું.

ઇમામ-ઉલ-હકે બાબરનો બચાવ કર્યો

પાકિસ્તાન ટીમનો ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હક પણ આ શોનો ભાગ હતો. આ અંગે ઈમામે કહ્યું કે બાબરને તેની સંમતિ વિના હટાવવામાં આવ્યો અને પછી તેની સંમતિ વિના તેને કેપ્ટન બનાવવામાં આવ્યો. વર્લ્ડકપ 2021માં અમે સેમિફાઇનલમાં પહોંચ્યા, 2022માં અમે ફાઇનલમાં પહોંચ્યા. તે સમયે પણ તે ખેલાડીઓ હતા.

  • Follow us on: