• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • PCBએ ફરી એકવાર બાબર આઝમને સુકાનીપદ સોંપ્યું
  • આ ટૂર્નામેન્ટમાં બાબર આઝમ નવી ભૂમિકામાં જોવા મળશે

હવે તમામ ટીમોએ થોડા દિવસોમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડકપ 2024ની તૈયારીઓમાં વ્યસ્ત છે. પાકિસ્તાનની ટીમ પણ તેનો અપવાદ નથી અને તે મેગા ઈવેન્ટનો ખિતાબ જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફરી એકવાર બાબર આઝમને સુકાનીપદ સોંપ્યું છે અને બીજા ઘણા મોટા નિર્ણયો લીધા છે. તે જ સમયે, હવે બાબર આઝમે ટીમના હિતમાં મોટો નિર્ણય લીધો છે.

બાબર નવી ભૂમિકામાં જોવા મળશે

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ હવે મેગા ઈવેન્ટમાં તેની જૂની ભૂમિકામાં ચાહકોને જોવા મળશે નહીં. બાબરે મંગળવારે સ્પષ્ટ કર્યું કે T20 વર્લ્ડકપમાં વિકેટકીપર મોહમ્મદ રિઝવાન સાથે કેટલાક અન્ય બેટ્સમેન ઇનિંગ્સની શરૂઆત કરશે. અને તે ત્રીજા નંબર પર રમશે. વાત એ છે કે બાબરને ત્રીજા નંબર પર લાવીને મેનેજમેન્ટ બેટિંગમાં સંતુલન અને ઊંડાણ બંને પ્રદાન કરવા માંગે છે. આ વિષય પર ઘણું વિચારમંથન થયું અને ત્યારબાદ બાબરે આ મોટો નિર્ણય લીધો, જ્યારે PCBએ પણ કેપ્ટનને સરપ્રાઈઝ ભેટ આપવાની તૈયારી કરી લીધી છે.

ટીમ તરફથી આશ્ચર્યજનક ભેટો ખૂબ ઉપયોગી થશે

હાલના સમયમાં PCBએ ખાસ રણનીતિ બનાવી છે. અને આ અંતર્ગત પાકિસ્તાની બોર્ડ સંબંધિત દેશમાં યોજાતી મોટી સ્પર્ધાઓ માટે તે જ દેશના નિષ્ણાતો અથવા અનુભવી ખેલાડીઓની સેવાઓ લઈ રહ્યું છે. અને પાકિસ્તાન બોર્ડ T20 વર્લ્ડકપમાં પણ આ જ નીતિ અજમાવવા જઈ રહ્યું છે. સુકાની બાબર આઝમને સરપ્રાઈઝ ભેટ આપતા PCBએ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન સર વિવ રિચર્ડ્સને વર્લ્ડકપમાં ટીમનો મેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, વિવ રિચર્ડ્સ સાથે લગભગ વાતચીત થઈ ગઈ છે અને તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

પાકિસ્તાનની ટીમ 6 જૂને ડલાસમાં યજમાન અમેરિકા સામેની મેગા ઈવેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે ઈંગ્લેન્ડ સામેની 3 મેચની T20 સિરીઝને કારણે તેથી પાકિસ્તાન એકપણ વોર્મ-અપ મેચ રમી શકશે નહીં.

  • Follow us on: