• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જુનથી થશે
  • એપ્રિલના અંતમાં થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત
  • IPLના પ્રદર્શનના આધારે ટીમમાં મળશે સ્થાન

IPL 2024 બાદ તરત જ T20 વર્લ્ડકપ શરૂ થશે. તેથી BCCIના ચીફ સિલેકટર્સ IPLમાં ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છે. IPL 2024માં ખેલાડીઓનું પ્રદર્શન અને વર્તમાન ફોર્મ T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં તેમના સ્થાન માટે મહત્વપૂર્ણ ચાવી છે. વર્તમાન પ્રદર્શનને જોતા કેટલાક ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવાનો દાવો ઠોકી રહ્યા છે. જ્યારે કેટલાક ખેલાડીઓના કંગાળ ફોર્મના કારણે ટીમમાં સ્થાન મેળવવાની આશાઓ ધૂંધળી થઈ ગઈ છે.

અમે ફક્ત એવા ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ જે નિયમિત ટીમ ઇન્ડિયાનો ભાગ છે. પરંતુ IPLમાં તેનું પ્રદર્શન પસંદગીકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. અને તેના આધારે કહી શકાય કે T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી કરવી મુશ્કેલ છે. આ મહિનાના અંત સુધીમાં T20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત થઈ શકે છે. પરંતુ, તે પહેલા જ ઈશાન કિશન અને શ્રેયસ ઐયરનું નામ પણ એવા ખેલાડીઓમાં સામેલ છે જેમને T20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની શકે છે.

આ ખેલાડીઓ થઈ શકે છે બહાર

રવિચંદ્રન અશ્વિનઃ IPL 2024માં તેના પ્રદર્શનથી T20 વર્લ્ડકપમાં રમવાની અશ્વિનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ સિઝનમાં રમાયેલી 6 મેચમાં ભારતીય ઓફ સ્પિનરની એવરેજ 209 છે. તે જ સમયે, તેના નામે માત્ર 1 વિકેટ નોંધાયેલી છે. હવે આવા પ્રદર્શનના આધારે અશ્વિન માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવી મુશ્કેલ છે.

યશસ્વી જયસ્વાલઃ IPL 2024ની શરૂઆત પહેલા, તે ટીમમાં પસંદગી માટે પ્રબળ દાવેદાર હતો. પરંતુ IPL 2024માં જયસ્વાલનું પ્રદર્શન જોયા બાદ પસંદગીકારો હવે તેને પ્રાથમિકતા આપે તેવી શક્યતા નથી. IPL 2024ની 7 ઇનિંગ્સમાં જયસ્વાલના નામે એક પણ ફિફ્ટી નથી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 39 રન છે અને તેના નામે 121 રન છે. આ ખરાબ આંકડાઓ સિવાય વિરાટને ઓપનિંગ કરાવાનો ટીમ મેનેજમેન્ટનો વિચાર પણ જયસ્વાલનો રસ્તો મુશ્કેલ બનાવી રહ્યો છે.

ઈશાન કિશનઃ IPL 2024માં તેના નામે 6 ઇનિંગ્સમાં માત્ર 1 ફિફ્ટી સાથે 184 રન બનાવ્યા છે. ઈશાન કિશનની પસંદગી પણ મુશ્કેલ લાગી રહી છે કારણ કે રિષભ પંત ફિટ થઈને પરત ફર્યો છે અને તે પણ ફોર્મમાં દેખાઈ રહ્યો છે.

શ્રેયસ ઐયર: KKRની કેપ્ટનશીપ કરી રહેલા ઐયર પણ IPL 2024માં રમાયેલી પ્રથમ 6 ઇનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યા નથી. તેના નામે કોઈ ફિફ્ટી નોંધાઈ નથી. ઐયરનું ખરાબ ફોર્મ ચોક્કસપણે તેની પસંદગી ન થવા પાછળનું કારણ હોઈ શકે છે.

જીતેશ શર્માઃ આ વિકેટકીપર બેટ્સમેનને ભારતીય ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળી શકે છે. પરંતુ, રિષભ પંતની વાપસી બાદ તેની પસંદગી થવાની આશા ઓછી થઈ ગઈ છે. તેની ઉપર, સંજુ સેમસનનું જોરદાર પ્રદર્શન પણ જીતેશ શર્મા માટે ખતરો બની શકે છે. IPL 2024ની પ્રથમ 6 ઇનિંગ્સમાં જીતેશ શર્માએ માત્ર 106 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 29 રન રહ્યો છે.

  • Follow us on: