હાર્દિક પંડ્યા હવે વિલનમાંથી હીરો બની ગયો છે
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફેન્સે લગાવ્યા હાર્દિક-હાર્દિકના નારા
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
આઈપીએલ 2024 જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો હતો, તે જ્યાં પણ ગયો હતો, તેને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પણ આ આઈપીએલ દરમિયાન ફેન્સે હાર્દિક પંડ્યા વિરુદ્ધ જોરદાર કોમેન્ટ કરી હતી, પરંતુ ટી20 વર્લ્ડકપ 2024 પછી સ્થિતિ બદલાઈ ગઈ છે, ફેન્સનો મૂડ પણ બદલાઈ ગયો છે અને હાર્દિક પંડ્યા હવે વિલનમાંથી હીરો બની ગયો છે.
વાનખેડેમાં હાર્દિક-હાર્દિકના નારા લાગ્યા
ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા ભારત પહોંચી અને સૌથી પહેલા આખી ટીમ પીએમ મોદીને મળી. આ પછી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનું સન્માન થવાનું છે, જ્યાં ટીમ પહેલા જ સ્ટેડિયમમાં ફેન્સ એકઠા થઈ ગયા હતા. સ્થિતિ એવી બની કે સ્ટેડિયમમાં તેની ક્ષમતા કરતા વધુ પ્રશંસકો પહોંચ્યા અને ગેટ બંધ કરવો પડ્યો. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટેડિયમમાં હાજર તમામ ક્રિકેટ ફેન્સ એકસાથે હાર્દિક પંડ્યાના નારા લગાવી રહ્યા હતા. આખું સ્ટેડિયમ હાર્દિક-હાર્દિકના નારાથી ગુંજી ઉઠ્યું. હાર્દિક પંડ્યા હવે દરેકનો હીરો છે, તે વિલન નથી.
હાર્દિકે ક્લાસેન અને મિલરની વિકેટ લઈને મેચ બદલી નાખી
ટી20 વર્લ્ડકપ 2024માં હાર્દિક પંડ્યાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું, સારી બેટિંગની સાથે તેણે શાનદાર બોલિંગ પણ કરી. ફાઈનલ મેચમાં પણ તેને ટીમ માટે શાનદાર બોલિંગ કરી હતી અને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાએ પહેલા ભારત માટે ખતરો બની ગયેલા હેનરિક ક્લાસેનને આઉટ કર્યો અને પછી ડેવિડ મિલરની વિકેટ લીધી, દક્ષિણ આફ્રિકાની છેલ્લી આશાને પેવેલિયનમાં મોકલીને ભારતની જીત સુનિશ્ચિત કરી. ક્લાસેન અને મિલરની વિકેટ ભારત માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો અને તેના કારણે ટીમે 7 રને જીત મેળવી હતી અને ટીમે ફાઈનલ જીતીને ચેમ્પિયન બની.
Image - X













