• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર-8 મેચ રમાશે
  • ભારત સેમીફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર
  • ઓસ્ટ્રેલિયા પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો

T20 વર્લ્ડકપ 2024માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર-8 મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મુકાબલો થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે ત્યારે ઓસ્ટ્રેલિયા પર સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાનો ખતરો છે. 23 જૂને ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં મેજર અપસેટનો શિકાર બન્યું હતું. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલનું સમીકરણ બદલી નાખ્યું હતું.

ઓસ્ટ્રેલિયા થઈ શકે છે બહાર

આજે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા સુપર-8માં પોતાની છેલ્લી લીગ મેચ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ તેની બંને લીગ મેચો જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ બેમાંથી એકમાં જીત મેળવી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં હાર ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપમાંથી બહાર કરી શકે છે. આ સિવાય હવે એક ખાસ સમીકરણ રચાઈ રહ્યું છે, જો આમ થશે તો ઓસ્ટ્રેલિયા ભારત સામેની મેચ જીતીને પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે.

જાણો સમીકરણ

અફઘાનિસ્તાન તેની છેલ્લી સુપર-8 મેચ બાંગ્લાદેશ સાથે રમવા જઈ રહ્યું છે. અફઘાનિસ્તાનની ટીમ સુપર-8માં અત્યાર સુધીમાં 2 મેચ રમી છે જેમાંથી ટીમે એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાન અત્યારે ગ્રુપ-1માં ત્રીજા સ્થાને છે.

જો ઓસ્ટ્રેલિયા હવે ભારત સામે તેની મેચ જીતે છે, તો અફઘાનિસ્તાનનો નેટ રન રેટ ઓસ્ટ્રેલિયા કરતા વધુ સારો બનાવવા માટે બાંગ્લાદેશે પહેલા 25 રન અથવા 2 ઓવરનો પીછો કરીને મેચ જીતવી પડશે. આ પછી અફઘાનિસ્તાનના 4 પોઈન્ટ થઈ જશે અને તેનો નેટ રન રેટ પણ ઓસ્ટ્રેલિયા કરતા સારો રહેશે. આ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે અને અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી જશે.

  • Follow us on: