• સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ ગ્રુપ 2માંથી સેમિફાઈનલમાં પહોંચી
  • આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો
  • આ મેચમાં જીત કે હાર ટુર્નામેન્ટમાં સેમિફાઈનલની ટીમ નક્કી કરશે

T20 વર્લ્ડકપ 2024માં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ ગ્રુપ 2માંથી સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ગ્રુપ-1માંથી ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જંગ છે. ગ્રુપ-1માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ) મેચ રમાશે. આ મેચમાં જીત કે હાર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો ભાવિ માર્ગ નક્કી કરશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો સેમિફાઇનલમાં તેનો સામનો કઈ ટીમ સાથે થશે.

જો ભારત આજની મેચ જીતે તો…

જો ભારત આજની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીતશે તો તે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની જશે. આ મેચ જીત્યા બાદ ભારત 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર આવી જશે. આવી સ્થિતિમાં સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે. ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ તેની 1 મેચ હારી છે.

જો ભારત મેચ હારી જાય તો...

આજે ભલે ભારત ઓસ્ટ્રેલિયા સામેની મેચ હારી જાય પણ નેટ રન રેટના આધારે ભારત અત્યારે ટોચના સ્થાને છે. ઓસ્ટ્રેલિયા સામે ભારત 41 રનથી ઓછા અંતરથી હારી જાય તો પણ ભારત સેમીફાઈનલમાં પહોંચશે. ભારતે એ પણ પ્રાર્થના કરવી પડશે કે અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે 81 રનથી વધુના માર્જીનથી ન જીતે. આવી સ્થિતિમાં ભારત ગ્રૂપમાં ટોપ પર રહેશે અને સેમિફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.

જો 41થી વધુ રનના માર્જિનથી હારી જાય

જો ભારત ઓસ્ટ્રેલિયા સામેની મેચ 41 રનથી વધુના માર્જીનથી હારી જાય છે અને અફઘાનિસ્તાન તેની મેચ 81 રનથી વધુના માર્જીનથી જીતી લે છે તો ભારત સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. તે જ સમયે, જો ભારત મેચ હારી જાય છે અને અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે હારે છે અથવા 81 રનથી ઓછા અંતરથી હારી જાય છે, તો ભારત ગ્રુપમાં બીજા સ્થાને રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ભારતે સાઉથ આફ્રિકા સાથે મેચ રમવી પડશે.

જો વરસાદ રમત બગાડે છે

જો ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદ થશે તો ભારત 5 પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહીને સેમીફાઈનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં તેનો મુકાબલો સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે થશે.

  • Follow us on: