• ટીમ ઈન્ડિયાએ સુપર-8માં પોતાની બીજી મેચ જીતી
  • ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું હતું
  • આ મેચમાં વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થયો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024માં સુપર-8માં પોતાની બીજી મેચ પણ જીતી લીધી છે. તેની પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. આ પછી ટીમે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે ભારતીય ટીમનું સેમીફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. સુપર-8માં ટીમની છેલ્લી મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે.

ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી અજેય રહ્યું છે. ભારતીય ટીમ સુપર-8માં પોતાની બંને મેચ જીતીને ગ્રુપમાં ટોચના સ્થાને છે. આ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની પ્રશંસા થઈ રહી છે.

કોહલીએ શું કર્યું?

ભારતીય ટીમનો અનુભવી ખેલાડી વિરાટ કોહલી પણ પોતાના અનોખા કારનામા માટે જાણીતો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના એન્ટિગુઆ મેદાન પર રમાઈ રહેલી મેચમાં પણ વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેને જોઈને લોકો દંગ રહી ગયા. વાસ્તવમાં, મેચ દરમિયાન વિરાટ કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન બાંગ્લાદેશના બેટ્સમેન રિયાદ મહમુદુલ્લાએ સિક્સર ફટકારી હતી.

આ બાજુ બાઉન્ડ્રી પર વિરાટ કોહલી હતો. સિક્સર પછી બોલ બાઉન્ડ્રીની બહાર સ્ટેજની નીચે ગયો. ત્યાં કોઈ બોલ બોય ન હોવાથી વિરાટ કોહલી બોલ લેવા ગયો હતો. તે સ્ટેજની નીચે ગયો અને બોલને બહાર લાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે કોહલીને મોટો ખેલાડી હોવાનો ગર્વ નથી. કોહલી સ્ટ્રીટ ક્રિકેટમાંથી આવ્યો છે અને તેણે પોતે જ આ સાબિત કર્યું છે.

  • Follow us on: