- ઘટના બનતા મેચ અધવચ્ચે રોકાઈ
- યુએસ પોલીસ અને સુરક્ષાકર્મીઓ મેદાનમાં પહોંચ્યા
- પોલીસ ફેનને હથકડી પહેરાવીને મેદાન બહાર લઈ ગઈ
T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સાથે વોર્મ-અપ મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ વોર્મ અપ મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં એક તરફ ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ પોતાના શાનદાર પ્રદર્શનથી દર્શકોનું મનોરંજન કર્યું હતું. બીજી તરફ અમેરિકી પોલીસની કડક સ્ટાઈલ પણ મેદાનની વચ્ચે જોવા મળી હતી. મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માનો એક ફેન મેદાનમાં ઘુસી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રોહિતે ફેન માટે વિનંતી કરી
વોર્મ-અપ મેચ દરમિયાન જ્યારે બાંગ્લાદેશ બેટિંગ કરી રહ્યું હતું ત્યારે રોહિત શર્મા ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે અચાનક એક ફેન મેદાનમાં ઘુસી ગયો. આ ફેન સીધો રોહિત શર્મા પાસે ગયો. જે બાદ યુએસ પોલીસ તેની પાછળ દોડી અને તેને મેદાનમાં નીચે પાડી દીધો અને હથકડી લગાવી. જે બાદ રોહિતે પોલીસને ચાહક સાથે હળવાશથી વર્તે તેવી વિનંતી કરી હતી. જે બાદ પોલીસ ફેનને મેદાનની બહાર લઈ ગઈ. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયાએ આ મેચ 60 રને જીતી લીધી હતી
વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે ઋષભ પંતે 32 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન પંતે 4 ફોર અને 4 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિવાય વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 23 રન બનાવ્યા હતા.