- 40 બોલમાં 94 રન બનાવીને કર્યો કમાલ
- ટી20 વર્લ્ડકપમાં 10થી વધુ સિક્સ ફટકારનારા બીજા બોલર
- અમેરિકાએ પહેલીવાર 190થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2024ની ખાસ શરૂઆત થઈ ચૂકી છે. જેમાં પહેલી મેચ યુએસએ અને કેનેડાની વચ્ચે રમાઈ હતી. તેમાં યુએસએની જીત થઈ છે. તેણે સાત વિકેટે મેચ જીતી. ડલાસના ગ્રેંડ પ્રેયરી સ્ટેડિયમાં યુએસએને જીત માટે 195 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને તેણે 17.4 ઓવરમાં 3 વિકેટ પર 197 રન બનાવ્યા.
અમેરિકન ટીમની જીતનો હીરો આરોન જોન્સ
અમેરિકન ટીમની જીતનો હીરો આરોન જોન્સ હતો, જેણે પોતાની તોફાની બેટિંગથી કેનેડાને સ્તબ્ધ કરી દીધું હતું. જોન્સે માત્ર 40 બોલમાં અણનમ 94 રન બનાવ્યા. જેમાં 4 ફોર અને 10 સિક્સનો સમાવેશ થાય છે. જોન્સ અને એન્ડ્રેસ ગૉસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી થઈ હતી. T20 ક્રિકેટમાં અમેરિકા માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. ગૌસે 46 બોલમાં 65 રન બનાવ્યા હતા.
જોન્સ ગેઈલના ક્લબમાં પ્રવેશ કર્યો
આરોન જોન્સ T20 વર્લ્ડકપની મેચમાં 10 કે તેથી વધુ સિક્સર મારનાર બીજો બેટ્સમેન છે. જોન્સ પહેલા ફક્ત કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેલ જ આ કરી શક્યા હતા. અમેરિકાએ T20 ઇન્ટરનેશનલમાં પ્રથમ વખત 190થી વધુ રનના લક્ષ્યનો પીછો કર્યો છે. જો જોવામાં આવે તો T20 વર્લ્ડકપના ઈતિહાસમાં આ ત્રીજો સૌથી સફળ રન ચેઝ હતો. યુએસએ પ્રથમ 8 ઓવરમાં બે વિકેટે 48 રન બનાવ્યા હતા, પરંતુ અંતિમ 149 રન માત્ર 9.4 ઓવરમાં જ બનાવી લીધા હતા.
T20 વર્લ્ડકપમાં રનનો સફળ પીછો
- 230 - ઇંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા વાનખેડે - 2016
- 206 - દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ જોબર્ગ - 2007
- 195 - યુએસ vs કેનેડા ડલ્લાસ - 2024*
- 193 - વેસ્ટ ઈન્ડિઝ vs ભારત વાનખેડે - 2016
- 192 - ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન ગ્રોસ આઇલેટ - 2010
T20 ઇન્ટરનેશનલમાં યુએસએનો સૌથી સફળ રન ચેઝ
- 195 vs કેનેડા ડલ્લાસ 2024*
- 169 vs કેનેડા હ્યુસ્ટન 2024
- 155 vs જર્સી બુલાવેયો 2022
- 154 vs બાંગ્લાદેશ હ્યુસ્ટન 2024
T20 ઇન્ટરનેશનલમાં યુએસએ માટે શ્રેષ્ઠ ભાગીદારી
- 131 - એન્ડ્રીસ ગૌસ- એરોન જોન્સ vs કેનેડા ડલ્લાસ 2024
- 110 સે. - મોદાણી- ગજાનંદ સિંહ vs આયર્લેન્ડ લોડરહિલ 2021
- 104 - મોનાંક પટેલ- સ્ટીવન ટેલર vs કેનેડા હ્યુસ્ટન 2024
- 104 - નીતિશ કુમાર-કોરી એન્ડરસન vs કેન હ્યુસ્ટન 2024
T20 વર્લ્ડ કપ મેચમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
- 11 - ક્રિસ ગેલ - ઈંગ્લેન્ડ વાનખેડે - 2016
- 10 - ક્રિસ ગેલ - દક્ષિણ આફ્રિકા જોહાનિસબર્ગ - 2007
- 10 - આરોન જોન્સ - કેનેડા ડલ્લાસ - 2024*
- 8 - રિલે રોસો - બાંગ્લાદેશ સિડની - 2022
T20 વર્લ્ડ કપમાં એક ઓવરમાં સૌથી મોંઘી બોલિંગ
- 36 - સ્ટુઅર્ટ બ્રોડ vs ભારત ડરબન 2007
- 33 - જેરેમી ગોર્ડન vs યુએસએ ડલ્લાસ 2024*
- 32 - ઈઝાતુલ્લા દૌલતઝાઈ vs ઈંગ્લેન્ડ કોલંબો 2012
- 30 - બિલાવલ ભટ્ટી vs ઓસ્ટ્રેલિયા મીરપુર 2014
કેનેડા તરફથી નવનીત-કિર્ટને અડધી સદી ફટકારી હતી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેનેડાની ટીમે પાંચ વિકેટે 194 રન બનાવ્યા હતા. ઓપનર નવનીત ધાલીવાલે 44 બોલમાં 61 રન બનાવ્યા. જેમાં છ ફોર અને ત્રણ સિક્સનો સમાવેશ થાય છે. જ્યારે નિકોલસ કિર્તને 31 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સની મદદથી 51 રન બનાવ્યા હતા. શ્રેયસ મોવાએ પણ અણનમ 32 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. યુએસએ તરફથી અલી ખાન, હરમીત સિંહ અને કોરી એન્ડરસને 1-1 વિકેટ લીધી હતી.
કેનેડાની પ્લેઈંગ ઈલેવન
આરોન જોનસન, નવનીત ધાલીવાલ, પરગટ સિંહ, નિકોલસ કીર્ટન, શ્રેયસ મોવ્વા (વિકેટકીપર), દિલપ્રીત સિંહ, સાદ બિન જફર (કેપ્ટન), નિખિલ દત્તા, ડિલન હેલિગર, કલીમ સના, જેરેમી ગૉર્ડન.
યુએસએની પ્લેઈંગ ઈલેવન
સ્ટીવન ટેલર, મોનંક પટેલ (વિકેટકીપર/કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, આરોન જોન્સ, નીતિશ કુમાર, કોરી એન્ડરસન, હરમીત સિંહ, શૈડલી વૈન શલ્કવિક, જસદીપ સિંહ, અલી ખાન, સૌરભ નેત્રવલકર.













