• ટી20 વર્લ્ડકપ 2024 ની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોરદાર ટક્કર
  • બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે
  • જાણો બાર્બાડોસનું વાતાવરણ કેવું રહેશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં ઘણી મેચોમાં હવામાને મહત્વનો રોલ પ્લે કર્યો છે, તેથી બધાની નજર ફરી એકવાર કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસના હવામાન પર છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણો વરસાદ જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે આનાથી ફાઈનલ મેચમાં પણ વિલંબ થશે, જેના કારણે ટીમોની રણનીતિ પર પણ અસર પડી શકે છે. આ મેદાન પર અત્યાર સુધી ટૂર્નામેન્ટની 8 મેચ રમાઈ છે જેમાંથી એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

ફાઈનલ મેચ દરમિયાન દર કલાકે હવામાન કેવું રહેશે?

જો બાર્બાડોસમાં ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ દરમિયાન હવામાનની વાત કરીએ તો એક્યૂવેધરના રિપોર્ટ મુજબ સ્થાનિક સમય અનુસાર સવારે 4 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી વરસાદની 50 ટકા શક્યતા છે. આ પછી, જ્યારે મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થવાની છે, તે સમયે વરસાદની સંભાવનામાં ઘટાડો થયો છે, જે લગભગ 30 ટકા આવશે. જો કે 1 વાગ્યા પછી ફરી વરસાદની સંભાવના 50 ટકા સુધી પહોંચી જશે. ફાઈનલ મેચમાં ખરાબ હવામાનને જોતા આઈસીસીએ 190 મિનિટનો વધારાનો સમય પણ આપ્યો છે. જો આ મેચ ન થઈ શકે તો તે રિઝર્વ ડે પર પૂર્ણ થશે.

બાર્બાડોસના સ્થાનિક સમય મુજબ મેચ દરમિયાન દર કલાકે હવામાન કેવું રહેશે?

સવારે 10 વાગ્યે (ભારતીય સમય સાંજે 7:30 કલાકે) (ટોસનો સમય) - વરસાદની 29 ટકા સંભાવના, પવનની ઝડપ 41 કિમી પ્રતિ કલાક

સવારે 11 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8:30 કલાકે) - 29 ટકા વરસાદની સંભાવના, પવનની ઝડપ 41 કિલોમીટર પ્રતિ કલાક

બપોરે 12 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 9:30 કલાકે) - વરસાદની 35 ટકા શક્યતા, પવનની ઝડપ 41 કિલોમીટર પ્રતિ કલાક

બપોરે 1 વાગ્યે (ભારતમાં રાત્રે 10:30 કલાકે) - વરસાદની 51 ટકા સંભાવના, પવનની ઝડપ 39 કિલોમીટર પ્રતિ કલાક

બપોરે 2 વાગ્યે (ભારતમાં રાત્રે 11:30 કલાકે) - વરસાદની 47 ટકા શક્યતા, પવનની ઝડપ 37 કિલોમીટર પ્રતિ કલાક

બપોરે 3 વાગ્યે (ભારતમાં રાત્રે 12:30 કલાકે) - વરસાદની 40 ટકા સંભાવના, પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક


  • Follow us on: