• આજે ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે T20 વર્લ્ડ કપ ફાઈનલ
  • પ્રથમ વખત કોઈ ટીમ એક પણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપ જીતશે
  • ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકામાંથી કોઈની પ્રતિક્ષાનો આવશે અંત

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને દક્ષિણ આફ્રિકા આ બે ટીમો એવી છે જે એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી છે. આવી સ્થિતિમાં આ વખતે જે પણ ફાઈનલ જીતશે તે એક પણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની જશે. સાથે જ બન્ને ટીમોની લાંબી પ્રતીક્ષાનો પણ અંત આવશે.

બાર્બાડોસના બ્રિજટાઉનમાં શનિવારે ફાઇનલ રમાશે, જેની કોઈને અપેક્ષા ન હતી. કરોડો ભારતીય ફેન ઈચ્છતા હતા કે ટીમ ઈન્ડિયા ફાઈનલ રમે, પરંતુ દરેકને આશા ન હતી કે તે ફાઈનલમાં પહોંચી શકશે. તેમ છતાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ આ કરી બતાવ્યું છે. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક એ છે કે દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચી ગયું છે, દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી. દક્ષિણ આફ્રિકાની ટીમ સેમીફાઈનલ સુધી પહોંચે એવી અપેક્ષા પણ થોડા જ લોકોને હશે, પરંતુ ભાગ્યે જ કોઈએ ફાઈનલ વિશે વિચાર્યું હશે.

સોશિયલ મીડિયા વાયરલ થયેલ ચોકર શું છે?

છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર એક મજાક ચાલી રહી છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ક્રિકેટના 'સૌથી મોટા ચોકર' અને 'છેલ્લા દાયકાના સૌથી મોટા ચોકર' વચ્ચે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા ભારત માટે આ મજા કરવામાં આવી રહી છે ક્રિકેટમાં જીત અને હાર જેવી બાબતો થતી જ રહે છે, પરંતુ જે ટીમ ટાઇટલની નજીક આવીને વારંવાર હારતી હોય છે તેને 'ચોકર'નું ટેગ આપવામાં આવે છે. આવા શબ્દોનો ઉપયોગ સાચો છે કે ખોટો એ એક અલગ ચર્ચા છે, પરંતુ જે અર્થમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય લાગે છે. શનિવારે 29મી જૂને કેન્સિંગ્ટન ઓવલમાં કોઈ એક ટીમ 'ટેગ'થી મુક્ત મેળવશે.

કેવું રહ્યું વર્લ્ડ કપમાં પ્રદર્શન?

હવે કોઈ શું કહે છે, શું અપેક્ષા રાખે છે, તે બધાથી કોઈ ફરક પડતો નથી. માત્ર એક જ વાત મહત્વની છે અને તે છે મેદાનમાં પ્રદર્શન. બન્ને ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. દક્ષિણ આફ્રિકાએ તમામ 8 મેચો જીતી છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે અને એક મેચ વરસાદને કારણે રદ થઈ છે. આવી સ્થિતિમાં કોઈ પણ ટીમ ચેમ્પિયન બને શકે છે. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે પ્રથમ વખત કોઈ ટીમ એક પણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપ જીતશે.

નંબરના હિસાબે બન્ને ટીમો અત્યારે બરાબરી જોવા મળી રહી છે, પરંતુ આ તમામ મેચોના પરિણામો અને પ્રદર્શન પર નજર કરીએ તો જ્યારે દક્ષિણ આફ્રિકાને નાની ટીમો સામે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો, તો ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યું છે. જોકે, બીજી બાજુ હંમેશા નજીકની મેચો હારવા માટે બદનામ દક્ષિણ આફ્રિકાએ આ વર્લ્ડ કપમાં આવા સમયે અન્ય ટીમો પાસેથી જીત છીનવી લીધી છે, જે તેને ખતરનાક બનાવે છે.

બેટિંગમાં ભારત આગળ, બોલિંગમાં બરાબરીની ટક્કર

તેમ છતાં ટીમ ઈન્ડિયા વધુ મજબૂત દેખાઈ રહી છે અને તેનું કારણ ભારતની મજબૂત બોલિંગની સામે બેટ્સમેનોનું મજબૂત પ્રદર્શન છે. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ સતત બેટથી સારું પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ પણ કેટલાક પ્રસંગોએ પોતાની તાકાત બતાવી છે. જોકે ઓપનર વિરાટ કોહલી અને મિડલ ઓર્ડરમાં શિવમ દુબેનું ફોર્મ તણાવનું કારણ છે. તેનાથી વિપરીત દક્ષિણ આફ્રિકા માટે ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સ રનના સંદર્ભમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેમના પ્રદર્શનમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. હેનરિક ક્લાસેન, રીઝા હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરામ પણ ખાસ કંઈ કરી શક્યા નથી.

બન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે

જો બોલિંગની વાત કરવામાં આવે તો બોલિંગમાં બન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે . પરંતુ ટીમ ઈન્ડિયા બોલિંગમાં પણ વધુ આક્રમક જોવા મળી રહી છે. તો તેનું કારણ ભારતીય ટીમના સ્પિનરો છે. ટીમ ઈન્ડિયા માટે કુલદીપ યાદવ અને અક્ષર પટેલની જોડીએ લગભગ 6.5ની ઈકોનોમી પર રન આપીને 18 વિકેટ લીધી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા માટે કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ લગભગ 7ની ઈકોનોમી પર રન આપીને 20 વિકેટ લીધી છે. ટક્કર બરાબર લાગે છે, પરંતુ સ્પિનરોની ગુણવત્તા અને બેટ્સમેનોને સ્પિનરોને રમવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ભારતીય સ્પિનરો વધુ અસરકારક દેખાય છે. ઉલ્લેખનીય છેકે, કુલદીપ યાદવે ગયા વર્ષે નવેમ્બરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 મેચમાં 5 વિકેટ લીધી હતી.

IND vs SA: રેકોર્ડ શું કહે છે?

T20માં અત્યાર સુધી બન્ને ટીમો વચ્ચે 26 વખત આમને સામને આવી છે. જેમાંથી ભારત 14 વખત જીત્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 11 વખત જીત મેળવી છે. જો ટી20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતે 6માંથી 4 વખત જીત મેળવી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ 2 વખત જીત મેળવી છે. જોકે, આ પહેલા વર્લ્ડ કપમાં બન્ને ટીમો નોકઆઉટ મેચમાં માત્ર એક જ વાર આમને સામને આવી હતી. T20 વર્લ્ડ કપ 2014ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલની પહોંચી હતી. હવે જોવાનું એ રહ્યું કે આ વખતે સાઉથ આફ્રિકા બદલો લેશે કે પછી ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત રહેશે.

કોની પ્રતિક્ષાનો અંત આવશે?

બન્ને ટીમો પાસે તેમની લાંબી પ્રતિક્ષાનો અંત લાવવાની તક છે. જ્યારે ટીમ ઈન્ડિયા 2007ની જીત બાદ બીજી વખત T20 વર્લ્ડ કપ જીતવા અને 2013 પછી પ્રથમ ICC ટાઈટલ જીતવાની પ્રતિક્ષા કરી રહી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા તેના પહેલો વર્લ્ડ કપ જીવાની રાહ જોઈ રહી છે. જો કે, દક્ષિણ આફ્રિકા એક વખત ICC ઈવેન્ટ જીતી ચૂકી છે, પરંતુ તે 26 વર્ષ પહેલા 1998માં જીતી હતી. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા પણ બીજા ICC ટાઇટલની આશા સાથે મેદાનમાં ઉતરશે.


  • Follow us on: