• વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની ટીમ પહેલા રાઉન્ડમાં જ થઈ ગઈ બહાર
  • અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો
  • કેન વિલિયમસને ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે

ટી20 વર્લ્ડ કપ 2024માં તેની સફર પ્રથમ રાઉન્ડમાં જ સમાપ્ત કર્યા પછી પણ ન્યુઝીલેન્ડની ટીમનું ટેન્સન સતત વધી રહ્યું છે.ન્યુઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પહેલા જ આ વર્લ્ડ કપને પોતાનો છેલ્લો વર્લ્ડ કપ જાહેર કર્યો હતો. હવે કેપ્ટન કેન વિલિયમસને પણ તેની લીડ ફોલો કરી છે. વિલિયમસને ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. તેને એમ પણ કહ્યું કે હવે તે 2024-25 સીઝન માટે પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર સાઈન કરશે નહીં. વિલિયમસન પહેલા જ ટેસ્ટ ટીમની કમાન છોડી ચૂક્યો હતો. ટી20 વર્લ્ડ કપમાં ટીમ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી, ત્યારબાદ તેણે આ નિર્ણય લીધો હતો.


ટી20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનું પ્રદર્શન

આ વખતે ન્યુઝીલેન્ડનું ટી20 વર્લ્ડ કપમાં આ હેરાન કરે તેવું પ્રદર્શન છે. આ પહેલા તે 2021 ટી20 વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી જ્યારે 2022 ટી20 વર્લ્ડ કપમાં તે સેમિફાઈનલમાં પહોંચી હતી. પરંતુ આ ટીમ હજુ સુધી વનડે કે ટી20 ફોર્મેટમાં વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી.

વિલિયમસન સિવાય આ પ્લેયર સાઈન નહીં કરે કોન્ટ્રાક્ટ

ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જાણકારી આપી છે કે વિલિયમસન સિવાય તેના અન્ય ઝડપી બોલર લોકી ફાર્ગ્યુસને પણ માહિતી આપી છે કે તે પણ ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર સાઈન નહીં કરે.

ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે વિલિયમસન

33 વર્ષીય વિલિયમસન ન્યુઝીલેન્ડ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક છે. અત્યાર સુધીમાં તે ત્રણેય ફોર્મેટમાં પોતાના દેશ માટે 350થી વધુ મેચ રમી ચૂક્યો છે. તેને ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેને ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે, પરંતુ તે ત્રણેય ફોર્મેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.

આ બેટ્સમેને તેના દેશના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને ફગાવી દીધો છે કારણ કે તેને પહેલેથી જ વિદેશી કોન્ટ્રાક્ટ પર સાઈન કરી છે અને તે મુજબ તે ઉનાળામાં ન્યુઝીલેન્ડમાં શરૂ થતી સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં.

  • Follow us on: