- ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ જાહેર કરી
- ન્યુઝીલેન્ડની કમાન કેન વિલિયમસનના હાથમાં છે
- એડમ મિલ્નેના સ્થાને મેટ હેનરીને ટીમમાં કર્યો સામેલ
ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડકપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ સાથે વર્લ્ડકપ માટે ટીમની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડની કમાન ફરી એકવાર કેન વિલિયમસનના હાથમાં છે. ડ્વેન કોનવે અને મેટ હેનરીને T20 વર્લ્ડકપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈજાના કારણે IPL 2024માંથી બહાર રહેલો ડ્વેન કોનવે હવે વર્લ્ડકપમાં રમતા જોવા મળશે. આ સિવાય IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી શાનદાર બોલિંગ કરી રહેલા મેટ હેનરીને પણ કીવી ટીમે વર્લ્ડકપ માટે પસંદ કર્યો છે.
ન્યૂઝીલેન્ડ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે મેટ હેનરીના સિલેક્શન વિશે કહ્યું કે મેટ હેનરીએ T20 ક્રિકેટમાં સખત મહેનત કરીને પોતાને સાબિત કર્યો છે. એડમ મિલ્ને પગની ઘૂંટીની ઈજાને કારણે અનુપલબ્ધ રહેશે. જેના કારણે હેનરી ટીમમાં જગ્યા બનાવવામાં સૌથી આગળ હતો. આ સિવાય હેનરી ફાસ્ટ બોલિંગમાં ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટનો સાથ આપશે.













