• ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
  • વિશ્વકપની ટીમમાં ખેલાડીની પસંદગી કરાઈ ન હતી
  • ટી20 ક્રિકેટમાં 3 શતક લગાવી ચૂક્યા છે આ બેટ્સમેન

આઈસીસી ટી20 વિશ્વકપને લઈને તમામ ટીમો તૈયારીમાં છે. 1 જૂનથી વિશ્વકપની શરૂઆત થવાની છે. આ પહેલા ન્યૂઝીલેન્ડના ખેલાડીએ પોતાના કરોડો ફેન્સને મોટો ઝટકો આપ્યો છો. કીવી ટીમના દિગ્ગજ ખેલાડી કૉલિન મુનરોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. વિશ્વ કપ ટીમને માટે ખેલાડીની પસંદગી કરાઈ ન હતી. એવામાં ખેલાડીએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે મુનરોના આધારે તે વિશ્વ કપ માટે હાજર હતા પરંતુ ક્રિકેટ બોર્ડની ટીમે તેમને ટીમનો ભાગ બનાવ્યો નહીં.

 

ટી20 ક્રિકેટમાં 3 શતક લગાવી ચૂક્યા છે બેટ્સમેન

કૉલિન મુનરો ટી20 ક્રિકેટના બેતાજ બાદશાહ રહી ચૂક્યા છે. મુનરો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 શતક લગાવી ચૂક્યા છે. આ ખેલાડી તેની ધમાકેદાર બેટીંગ માટે જાણીતો છે. તે કીવી ટીમ માટે ઓપનિંગ પ્લેયર રહેતા અને તે મેદાન પર આવતા તો બોલર્સનો પરસેવો છૂટી જતો. જો કે છેલ્લા 4 વર્ષમાં એક પણ ઈન્ટરનેશનલ મેચ રમ્યા નથી. મુનરોએ છેલ્લી મેચ 2 ફેબ્રુઆરી 2020માં ભારત સામે રમી હતી. આ મેચ બાદ 4 વર્ષ થયા પણ તેઓએ એક પણ મેચ રમી નથી. આ કારણે તેઓએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

કેવી રહી મુનરોની કરિયર

મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 65 ટી 20 મેચ રમી છે. 65 મેચની 62 ઈનિંગમાં તેઓએ 1724 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે ખેલાડીએ 156.44ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ સમયે તેનો સૌથી વધુ સ્કોર 109 રનનો રહ્યો છે.મુનરો ટી20માં 11 ફિફ્ટી લગાવી ચૂક્યા છે. આ સિવાય વનડેમાં મુનરોનો રેકોર્ડ સામાન્ય રહ્યો છે. મુનરોએ કુલ 57 વનડે રમી છે અને તેમાં 104ના સ્ટ્રાઈક રેટથી 1271 રન બનાવ્યા છે. આ સાથે 8 ફિફ્ટી રમી છે. 

  • Follow us on: