• T20 વર્લ્ડકપમાં પાકિસ્તાની ચાહકોને મોટો ઝટકો
  • પાકિસ્તાન સુપર-8 માટે ક્વોલિફાય થઈ શક્યું નહીં
  • પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર

વર્લ્ડકપમાં પાકિસ્તાની ચાહકોને ફરી એકવાર મોટો આંચકો લાગ્યો છે. કારણ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું હવે ચકનાચૂર થઈ ગયું છે. યુએસએ અને આયર્લેન્ડ વચ્ચે 14 જૂને મેચ રમાવાની હતી. જે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. જે બાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. એક પોઈન્ટ મળ્યા બાદ યુએસએને 5 પોઈન્ટ મળ્યા અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું. જ્યારે પાકિસ્તાનના 3 મેચ બાદ માત્ર 2 પોઈન્ટ છે.

પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર

જો પાકિસ્તાન આગામી મેચ જીતે તો પણ તે માત્ર 4 પોઈન્ટ જ મેળવી શકશે. જેના કારણે પાકિસ્તાનની ટીમ સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. વર્લ્ડકપમાંથી પાકિસ્તાનની બહાર થયા બાદ હવે સોશિયલ મીડિયા પર ટીમની મજાક ઉડાવવામાં આવી રહી છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

પાકિસ્તાને વર્લ્ડકપમાં અત્યાર સુધી 3 મેચ રમી છે. જેમાં ટીમને 2 હાર અને એકમાં જીત મળી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમને યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચથી ઘણી અપેક્ષાઓ હતી. જો યુએસએની ટીમ આ મેચમાં હારી ગઈ હોત તો પાકિસ્તાન સુપર-8 માટે ક્વોલિફાય થઈ શક્યું હોત. પરંતુ મેચ રદ્દ થવાના કારણે પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ હતી.

  • Follow us on: