• ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું
  • ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચવાનું લગભગ નિશ્ચિત
  • પાકિસ્તાન પર હવે સુપર-8માંથી બહાર થવાનો ખતરો

T20 વર્લ્ડકપ 2024માં 19મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ રોમાંચક મેચ 6 રનથી જીતીને પોઈન્ટ ટેબલ પર કબજો જમાવ્યો હતો. જ્યારે આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી જીત હતી, તો પાકિસ્તાનની સતત બીજી હાર હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચવાનું લગભગ નિશ્ચિત છે. આ સાથે જ પાકિસ્તાન પર હવે સુપર-8માંથી બહાર થવાનો ખતરો છે.

પાકિસ્તાન વર્લ્ડકપમાંથી લગભગ બહાર

બાબર આઝમની ટીમ આ વર્લ્ડકપમાં અત્યાર સુધી બે મેચ રમી ચુકી છે અને બંનેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનને યજમાન યુએસએએ હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં ભારતને ધૂળ ચટાડી હતી. 2 મેચમાં 2 હાર સાથે પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં ચોથા સ્થાન પર છે.

અહીંથી પાકિસ્તાન માટે સુપર-8માં જગ્યા બનાવવી ઘણી મુશ્કેલ માનવામાં આવે છે. જો કે, જો પાકિસ્તાનની ટીમ તેની આગામી બંને મેચો સારા માર્જિનથી જીતે છે અને યુએસએ તેની બંને મેચ હારી જાય છે, તો બાબરની ટીમ આગળ વધી શકે છે. પાકિસ્તાનની આગામી બે મેચ કેનેડા અને આયર્લેન્ડ સામે થશે.

ભારતે આ મેચ 6 રને જીતી લીધી હતી

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પ્રથમ દાવ સુધી સાચો સાબિત થતો હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે ટીમ ઈન્ડિયા 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી એવું લાગી રહ્યું હતું કે મેચ પાકિસ્તાનના હાથમાં છે. પરંતુ ટીમ ઈન્ડિયાની ખતરનાક બોલિંગ લાઈનઅપ સામે પાકિસ્તાની બેટિંગ ઓર્ડર ધરાશાયી થઈ ગયો હતો. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં માત્ર 113 રન બનાવી શકી અને ટીમ ઈન્ડિયાએ 6 રને મેચ જીતી લીધી.

  • Follow us on: