• આગામી 4 દિવસની 2 વોર્મ અપ મેચ માટે ફક્ત 9 ખેલાડીઓ
  • કેપ્ટન મિચેલ માર્શ ફિટ ન હોવાથી પ્રથમ વોર્મ-અપ મેચ નહીં રમે
  • ટીમે સપોર્ટ સ્ટાફના 40 વર્ષથી વધુ ઉંમરના સભ્યોને મેદાનમાં ઉતારવા પડશે

T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ મોટી મુશ્કેલીમાં છે. તેની મુશ્કેલી પણ અલગ જ છે. પરંતુ આ સમયે પ્રશ્ન એ થાય કે આવું શા માટે થયું હશે. ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડકપ પહેલા આગામી 4 દિવસમાં 2 વોર્મ-અપ મેચ રમવાની છે પરંતુ તેની પાસે માત્ર 9 ખેલાડી ઉપલબ્ધ છે અને આ બધું IPLના કારણે થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયન ટીમને બુધવારે નામિબિયા અને શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામે 2 પ્રેક્ટિસ મેચ રમવાની છે, જેના માટે તેની પાસે માત્ર 9 ખેલાડીઓ છે, જેમાંથી કેપ્ટન મિચેલ માર્શ પણ પ્રથમ વોર્મ-અપ મેચ નહીં રમે. તો આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પાસે માત્ર 8 ખેલાડીઓ જ ઉપલબ્ધ છે અને હવે તેમને તેમના સપોર્ટ સ્ટાફના સભ્યોને મેદાનમાં ઉતારવા પડશે જેમની ઉંમર 50ની આસપાસ છે.

મુશ્કેલીમાં ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ IPLમાં રમી રહ્યા હતા અને હજુ સુધી ટીમ સાથે જોડાયા નથી. ICCના નિયમો અનુસાર પ્રેક્ટિસ મેચમાં રમનારા ખેલાડીઓ પણ તે જ દેશના હોવા જોઈએ, તેથી હવે ઓસ્ટ્રેલિયાએ તેના સપોર્ટ સ્ટાફ એટલે કે મુખ્ય કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ, બ્રાડ હોજ, જ્યોર્જ બેઈલી અને આન્દ્રે બોરોવેકને મેદાનમાં ઉતારવા પડશે. બ્રાડ હોજ 49 વર્ષના છે.

આવું કેમ થઈ રહ્યું છે?

આ સવાલનો જવાબ શોધવો મુશ્કેલ છે પરંતુ હકીકતમાં આઈપીએલના ખેલાડીઓ પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, મિશેલ સ્ટાર્ક, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલને આરામ માટે રજા આપવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આઈપીએલમાંથી બહાર આવવા માટે આ નિર્ણય લીધો છે. બોર્ડનો આ નિર્ણય હવે ટીમ માટે મુસીબત બની ગયો છે. મોટા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન મિચેલ માર્શ પણ ફિટ નથી. IPL દરમિયાન તેને પગના સ્નાયુઓમાં ઈજા થઈ હતી અને ત્યારથી તે આજ સુધી મેદાન પર આવ્યો નથી. ઓસ્ટ્રેલિયા પ્રેક્ટિસ મેચમાં માર્શને તક આપીને કોઈ જોખમ લેવા માંગતું નથી.

  • Follow us on: