- પિતાએ ગિફ્ટ કરેલા મોંઘા બેટથી માતા થઈ હતી નારાજ
- 14000 રૂપિયાનું બેટ એ વખતે એક સપનું હતું
- મારા પિતાનું સપનું હતું કે હું ક્રિકેટર બનું
ભારતીય વિકેટકીપર અને IPLમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ક્રિકેટર બનવાનો શ્રેય તેના પિતાને આપ્યો. ડિસેમ્બર 2022 માં એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ IPLની આ સિઝનમાં રમતમાં પરત ફરેલા પંતે કહ્યું કે તેના પિતાએ તેને એક વખત ખૂબ મોંઘું બેટ આપ્યું હતું જેણે તેની માતાને નારાજ કરી હતી.
મારા પિતાનું સપનું હતું કે હું ક્રિકેટર બનું
પંતે કહ્યું, “મારું ક્રિકેટર બનવું મારા પિતાનું સપનું હતું અને હું ખુશ છું કે હું તેને પૂરો કરી શક્યો. જ્યારે હું પાંચમા ધોરણમાં હતો ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે મારે ક્રિકેટર બનવું છે. મારા પિતાએ મને 14,000 રૂપિયાનું બેટ ભેટમાં આપ્યું હતું અને તેનાથી મારી માતા ખૂબ ગુસ્સે થઈ હતી.'' ઉલ્લેખનીય છે કે પંતે આ આઈપીએલમાં 13 મેચમાં ત્રણ અડધી સદી અને 155.40ના સ્ટ્રાઈક રેટ સાથે 446 રન બનાવ્યા હતા. તે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જોકે તેની ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી.
પિતાએ 14,000 રૂપિયાનું બેટ ભેટમાં આપ્યું હતું
પંતે જણાવ્યું કે તેની માતા તેના પર કેમ ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. પંતે કહ્યું કે તેના પિતાએ તેને 14,000 રૂપિયાનું મોંઘું બેટ ભેટમાં આપ્યું હતું, જે તેની માતાને પસંદ આવ્યું નહીં અને તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તેના પિતા હંમેશા ઈચ્છતા હતા કે તે એક સફળ ક્રિકેટર બને. પંતે કહ્યું કે મારા પિતાનું સપનું હતું કે હું ક્રિકેટર બનું અને હું ખુશ છું કે હું તે સપનાને પૂરું કરી શક્યો. તેણે કહ્યું કે જ્યારે હું 5મા ધોરણમાં હતો ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે મારે ક્રિકેટર બનવું છે. મારા પિતાએ મને 14,000 રૂપિયાનું બેટ ભેટમાં આપ્યું હતું અને મારી માતા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી.