- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- રોહિત શર્માએ પાકિસ્તાન અંગે આપ્યું મોટું નિવેદન
- મને પાકિસ્તાની ફેન્સ ખૂબ ગમે છે: રોહિત શર્મા
ICC T20 વર્લ્ડકપ 2024 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારતીય સમય અનુસાર ICC T20 વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે તમામ ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાનની ટીમને બાદ કરતાં અન્ય તમામ ટીમોએ પોતાની ટીમ જાહેર કરી છે. ભારતીય ટીમે પણ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ICC ODI વર્લ્ડકપ 2023માં થયેલી ભૂલ ફરીથી ન થાય તે માટે ભારતીય ટીમ પૂરી કોશિશ કરશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન ક્રિકેટ ફેન્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે મને પાકિસ્તાની ફેન્સ ખૂબ ગમે છે.
રોહિત શર્માએ પાકિસ્તાની ફેન્સ વિશે શું કહ્યું?
રોહિત શર્માએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મને પાકિસ્તાની ફેન્સ ખૂબ ગમે છે. પાકિસ્તાની ચાહકો ક્રિકેટના ખૂબ જ દિવાના છે. તે ભારતીય ક્રિકેટરોને પણ ખૂબ પ્રેમ કરે છે. જ્યારે અમે યુકેમાં રમવા જઈએ છીએ ત્યારે પાકિસ્તાની ચાહકો આવે છે અને અમને જણાવે છે કે તેઓ ભારતીય ક્રિકેટરોને કેટલા પસંદ કરે છે. પાકિસ્તાની ચાહકો તરફથી પણ અમને ઘણો પ્રેમ મળે છે. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની વાત થાય છે ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકો તેની પર નજર રાખે છે. આ બંને દેશો વચ્ચેની સ્પર્ધાને સૌથી વધુ હાઈ વોલ્ટેજ ગણવામાં આવે છે. બંને દેશોના પ્રશંસકો પણ તેમની ટીમને ખૂબ સપોર્ટ કરે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 9 જૂને રમાશે
ICC T20 વર્લ્ડકપ 2024 ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને રમાશે. આ મેચ યુએસએમાં રમાશે. આને લઈને ક્રિકેટ ચાહકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન ફરી એકવાર નવા કેપ્ટન સાથે રમશે. ICC ODI વર્લ્ડકપ 2023 બાદ બાબર આઝમ પાસેથી શાહીન આફ્રિદીને સુકાન સોંપવામાં આવ્યું હતું, પરંતુ હવે T20 વર્લ્ડકપ પહેલા ફરી એકવાર બાબર આઝમને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. ભારત પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે જ્યારે બીજી મેચ 9 મેના રોજ પાકિસ્તાન સામે રમશે.