• ODI પ્લેયર ઓફ ધ યર 2023નો મળ્યો એવોર્ડ
  • વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો
  • કોહલીએ વર્ષ 2023માં 27 ODI મેચ રમી હતી

વિરાટ કોહલી પણ T20 વર્લ્ડકપ માટે અમેરિકા પહોંચી ગયો છે. જોકે કોહલીએ વોર્મ અપ મેચમાં ભાગ લીધો ન હતો. પરંતુ વિરાટ ટુર્નામેન્ટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. T20 વર્લ્ડકપમાં કોહલીના આંકડા પણ ઘણા પ્રભાવશાળી છે. ન્યૂયોર્ક પહોંચતા જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વિરાટનું વિશેષ સન્માન કર્યું. કોહલીએ વર્ષ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પેશિયલ ODI વર્લ્ડ કપમાં કોહલીએ જે રીતે બેટિંગ કરી તે કોઈ ભૂલી શકે તેમ નથી.

ODI પ્લેયર ઓફ ધ યર 2023

વર્ષ 2023 વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે વિરાટે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. વનડે વર્લ્ડકપમાં કોહલીએ વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે ન્યૂયોર્કમાં ICCએ વિરાટ કોહલીને ODI પ્લેયર ઓફ ધ યર 2023ના એવોર્ડથી સન્માનિત કર્યા છે. જેનો વીડીયો ICC દ્વારા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે.

https://www.instagram.com/reel/C7sLRldPcxw/ 

વિરાટ કોહલીએ વર્ષ 2023માં 27 ODI મેચ રમી હતી. જેની 24 ઇનિંગ્સમાં કોહલીએ 1377 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટનો સ્ટ્રાઈક રેટ 99.13 હતો અને એવરેજ 72.47 હતી. ગત વર્ષે કોહલીએ વનડે ક્રિકેટમાં 6 સદી અને 8 અડધી સદી ફટકારી હતી. જ્યારે વર્ષ 2023માં કોહલીનો વનડે ક્રિકેટમાં ઉચ્ચ સ્કોર 166 હતો. ગત વર્ષે એશિયા કપ દરમિયાન કોહલીએ અફઘાનિસ્તાન સામે 94 બોલમાં 122 રનની મહત્વની અણનમ ઇનિંગ રમી હતી.

બંને ટીમો વચ્ચે સુપર ફોરની આ મહત્વની મેચ હતી. આ સિવાય વિરાટ ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. કોહલીએ આ ટૂર્નામેન્ટમાં 11 મેચ રમી હતી, જેમાં વિરાટે 765 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીએ 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.

  • Follow us on: