- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- આ ટૂર્નામેન્ટ યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે
- વિરાટ કોહલીએ ઓપનિંગ કરવી જોઈએ: રિકી પોન્ટિંગ
IPL 2024 બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ રમતી જોવા મળશે. આ માટે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ટૂંક સમયમાં અમેરિકા જવા રવાના થશે. વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરતા પહેલા ટીમ ઈન્ડિયા 1 જૂને બાંગ્લાદેશ સાથે વોર્મ-અપ મેચ રમશે. વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ ચાહકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે. જો કે યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે રોહિત સાથે મળીને બેટિંગની શરૂઆત કરી છે, પરંતુ હવે પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે અન્ય સ્ટાર ખેલાડીને સપોર્ટ કર્યો છે.
વિરાટે ઓપનિંગ કરવી જોઈએ













