• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે વોર્મ-અપ મેચ
  • વિરાટ કોહલીનો વોર્મ-અપ મેચ ન રમવાનો નિર્ણય

T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં બાંગ્લાદેશ સાથે તેની એકમાત્ર વોર્મ-અપ મેચ રમી રહી છે. વિરાટ કોહલીના વોર્મ-અપ મેચમાં રમવાની ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ બધી ચર્ચાઓનો અંત આવી ગયો છે. વિરાટ કોહલી માત્ર વોર્મ-અપમાં પ્રશંસકો માટે રમતા જોવા મળશે નહીં. જેનું કારણ હવે સામે આવ્યું છે.

કોહલી વોર્મ-અપ મેચના એક દિવસ પહેલા પહોંચી ગયો હતો

વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અમેરિકા પહોંચી ગયા હતા. બીજી તરફ વિરાટ કોહલી વોર્મ અપ મેચના એક દિવસ પહેલા જ ન્યૂયોર્ક પહોંચી ગયો હતો અને ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો. અહેવાલો અનુસાર, લાંબા અંતરની મુસાફરી કર્યા પછી કોહલીએ થાકને કારણે આરામ કરવાનો નિર્ણય કર્યો હતો.

કોહલી આયર્લેન્ડ સામે જોવા મળશે

એક અહેવાલ મુજબ કોહલી અને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરતા પહેલા ત્રણ દિવસીય પ્રેક્ટિસ સેશન કરવાનું નક્કી કર્યું છે. જે બાદ કોહલી હવે સીધો આયર્લેન્ડ સામે રમતા જોવા મળશે. ટીમ ઈન્ડિયા 5 જૂનથી વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

પ્રેક્ટિસ મેચ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.


  • Follow us on: