• T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે
  • ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ઉદ્ઘાટન સમારોહ યોજાશે
  • આ દરમિયાન ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે

T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે. પ્રથમ દિવસે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં અમેરિકાનો મુકાબલો કેનેડા અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો પાપુઆ ન્યુ ગીની સામે થશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં 20 ટીમો ટાઈટલ માટે ટકરાશે. તમામ ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ દરમિયાન ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે.

આ સ્ટાર્સ પરફોર્મ કરશે

T20 વર્લ્ડકપ 2024નો ઉદ્ઘાટન સમારોહ ટેક્સાસના ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમમાં યોજાશે. ભારતમાં ઉદ્ઘાટન સમારોહનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. આ સિવાય ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. ત્રિનિદાદના ગાયકો ડેવિડ રુડર, રવિ બી, સંગીતકાર અને ગીતકાર ઈરફાન અલ્વેસ, ગાયક ડીજે એના અને અલ્ટ્રા સિમ્મો ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતા જોવા મળશે.

આ ટીમો વચ્ચે ટક્કર થશે

આ વર્ષના T20 વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કેનેડા, ઈંગ્લેન્ડ, ભારત, આયર્લેન્ડ, નામીબિયા, નેપાળ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓમાન, પાકિસ્તાન, પાપુઆ ન્યુ ગીની, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, યુગાન્ડા, યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે.

જેમાં 20 ટીમો વચ્ચે મુકાબલો થશે

ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, યુએસએ, આયર્લેન્ડ, કેનેડા.

ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.

ગ્રુપ C: વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની.

ગ્રુપ D: દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.

  • Follow us on: