• ભારતે સુપર 8ની શરૂઆત જીત સાથે કરી હતી
  • રોહિત સેનાએ અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું
  • ભારત-અફઘાનિસ્તાન મેચમાં બનાવ્યો અદભૂત રેકોર્ડ

T20 વર્લ્ડકપ 2024ના લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાએ સુપર-8ની પણ જીત સાથે શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. સૂર્યકુમારના 28 બોલમાં 53 રનની મદદથી ભારતીય ટીમે પહેલા રમતા 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહને પણ 3 સફળતા મળી હતી.

અફઘાનિસ્તાન સામે રચ્યો ઈતિહાસ

T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8ની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું હતું. આ મેચમાં એક એવો ચમત્કાર થયો જે ઈતિહાસમાં ક્યારેય થયો ન હતો. T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા સામે વિરોધી ટીમના તમામ 10 ખેલાડીઓ કેચ આઉટ થયા છે. હવે ઈંગ્લેન્ડ બાદ ભારત આવું કરનાર બીજી ટીમ છે. અગાઉ 2022માં ઈંગ્લેન્ડ સામે પણ અફઘાનિસ્તાનના તમામ બેટ્સમેન કેચ આઉટ થયા હતા.

T20 વર્લ્ડકપની એક ઇનિંગમાં તમામ બેટ્સમેન કેચ આઉટ

  • અફઘાનિસ્તાન વિ ભારત, 2024
  • અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2022

  • Follow us on: