- BCCI માટે દર વર્ષે કરોડોની કમાણી કરે છે ઈન્ડિયન પ્રીમિયર લીગ
- BCCIએ 2023ની સીઝનથી 5 હજાર કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો
- BCCIએ IPLની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી
ઈન્ડિયન પ્રીમિયર લીગ દર વર્ષે BCCI માટે ઘણી કમાણી કરે છે. સ્પોન્સરશિપ, બ્રોડકાસ્ટિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ રાઈટ્સ સિવાય, IPLમાં કમાણીનાં અન્ય ઘણા સ્ત્રોત છે. હાલમાં જ એક આંકડો સામે આવ્યો છે કે BCCIએ 2023ની સીઝનથી 5 હજાર કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. હજારો કરોડની કમાણી કરતી આ લીગ વિશ્વની સૌથી ધનાઢ્ય સ્પોર્ટ્સ લીગમાંની એક બની ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું IPL ટેક્સ ફ્રી છે? શું આ લીગ પર કોઈ ટેક્સ નથી?
શું IPL પર ટેક્સ છે?
સત્ય એ છે કે BCCIએ IPLમાંથી હજાર કરોડની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 2021 માં, BCCIએ તેની અપીલમાં માંગ ઉઠાવી હતી કે ભલે તે IPL દ્વારા ઘણી કમાણી કરી રહ્યું છે, તેમ છતાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો તેનો ઉદ્દેશ્ય અકબંધ છે, તેથી આ લીગને કરમુક્ત જાહેર કરવી જોઈએ. આ અપીલ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) દ્વારા માન્ય રાખવામાં આવી હતી.
ક્રિકેટને પ્રોત્સાહન આપવા નફાનો ઉપયોગ કરે છે BCCI
જ્યાં સુધી BCCI IPLના નફાનો ઉપયોગ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કરશે ત્યાં સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ કાયદા દ્વારા કરમુક્ત રહેશે. પરંતુ જ્યાં સુધી IPLમાંથી ખેલાડીઓની કમાણીનો સવાલ છે તો તેના પર ટેક્સ લાગે છે.
IPL પર કોઈ ટેક્સ કેમ નથી?
મહેસૂલ વિભાગે 2016-2017માં BCCIને ત્રણ કારણ બતાવો નોટિસ મોકલી હતી. આ નોટિસમાં BCCIને પૂછવામાં આવ્યું હતું કે તેણે ઈન્કમ ટેક્સના એક્ટ 12A હેઠળ IPLની કમાણી પર ટેક્સ કેમ ન ભરવો જોઈએ? આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ITATની મુંબઈ બેંચનો સંપર્ક કર્યો હતો. અહેવાલ મુજબ, ITATએ મહેસૂલ વિભાગની અરજીને ફગાવી દીધી હતી અને BCCIની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.