• મહિલા T20 વર્લ્ડકપ 2024 બાંગ્લાદેશમાં યોજાશે
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે
  • વર્લ્ડકપ 2024 પહેલા પાંચ મેચમી T20 સિરીઝ રમશે

T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા યોજવામાં આવશે. IPL 2024 26 મે સુધી ચાલશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની T20 સિરીઝ વિશે માહિતી સામે આવી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝ અંતર્ગત પાંચ મેચ રમશે. આ સિરીઝ ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. આ વર્ષે પુરૂષો સિવાય મહિલા T20 વર્લ્ડકપ પણ યોજાનાર છે.

5 મેચમી T20 સિરીઝ રમશે

મહિલા T20 વર્લ્ડકપ 2024 બાંગ્લાદેશમાં યોજાશે. આની તૈયારી માટે અને ટૂર્નામેન્ટ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં પાંચ T20 મેચોની સિરીઝ રમશે. આ પ્રવાસ ટીમને બાંગ્લાદેશની સ્થિતિને સમજવામાં મદદ કરશે અને ત્યારબાદ ત્યાં યોજાનાર વર્લ્ડકપ પહેલા પીચોની પ્રકૃતિ જાણવામાં મદદ કરશે. આ સિરીઝ 28 એપ્રિલથી 9 મે સુધી રમાશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝ માટે 23 એપ્રિલે બાંગ્લાદેશ પહોંચશે અને 10 મેના રોજ પરત ફરશે. મહિલા T20 વર્લ્ડકપનું શેડ્યૂલ હજુ આવવાનું બાકી છે.

જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

  • પ્રથમ T20- 28 એપ્રિલ, રવિવાર
  • બીજી T20- 30 એપ્રિલ, મંગળવાર
  • 3જી T20- 02 મે, ગુરુવાર
  • ચોથી T20- 06 મે, સોમવાર
  • પાંચમી T20- 09 મે, ગુરુવાર

કેવો છે ભારત-બાંગ્લાદેશનો રેકોર્ડ?

જ્યારે ભારતીય મહિલા ટીમે છેલ્લે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે તે સીરીઝ જીતી શકી નહોતી. તે પ્રવાસ પરની સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ. આ સિવાય T20 ઇન્ટરનેશનલમાં બંને ટીમો કુલ 13 વખત સામસામે આવી ચુકી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 11 મેચ જીતી છે જ્યારે બાંગ્લાદેશે ભારતીય ટીમને બે વખત હરાવ્યું છે. બાંગ્લાદેશની ટીમે તાજેતરના સમયમાં ઘણો સુધારો કર્યો છે. છેલ્લી પાંચ T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો, ભારતે ત્રણમાં જીત મેળવી હતી, જ્યારે બાંગ્લાદેશે પણ બેમાં જીત મેળવી હતી.

  • Follow us on: