- ODI સિરીઝની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે
- ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કરવા પર
- ICC ODI રેન્કિંગમાં નંબર વન બનવાની સુવર્ણ તક
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી છેલ્લી ODI મેચ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની બની રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને બેવડો ફાયદો મેળવી શકે છે.
24 જાન્યુઆરીએ ત્રીજી ODI
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI સિરીઝની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી ODI ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની બની રહી છે. આ મેચમાં ભારતીય ટીમ માટે ઘણું બધું દાવ પર લાગેલું છે. શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડ સામે આ જ સિદ્ધિનું પુનરાવર્તન કરવા પર હશે.

ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર
જો ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવવામાં સફળ થાય છે તો તેની પાસે ICC ODI રેન્કિંગમાં નંબર વન બનવાની સુવર્ણ તક હશે. જો ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં ક્લીન સ્વીપ કરે છે તો તેના 114 પોઈન્ટ્સ થઈ જશે અને ન્યૂઝીલેન્ડની ટીમ 111 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં આ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા પાસે ODIમાં નંબર વન બનવાની તક છે. હાલમાં ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં 2-0ની લીડ બનાવી લીધી છે.
ટીમ ઈન્ડિયા હાલ ત્રીજા નંબર પર
શ્રેણીની શરૂઆતની બે મેચ બાદ ટીમ ઈન્ડિયા ICC મેન્સ ODI ટીમ રેન્કિંગમાં નંબર 3 પર છે. આ સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા ચોથા નંબર પર હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ICC પુરૂષોની ODI ટીમ રેન્કિંગમાં ટોચ પર છે અને ન્યુઝીલેન્ડની ટીમ બીજા નંબર પર યથાવત છે. સિરીઝની શરૂઆત પહેલા ન્યુઝીલેન્ડ નંબર વન પર હતું.

બીજી ODIમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત
આ ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 108 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે મોહમ્મદ શમીએ આ મેચમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે પણ 1-1 વિકેટ ઝડપી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ 109 રનનો ટાર્ગેટ માત્ર 2 વિકેટના નુકસાને મેળવી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા.