- T20 વર્લ્ડકપ 2024 ની શરૂઆત 1લી જૂનથી થશે
- T20 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાશે
- ICCએ ટીમ જાહેર કરવાની ડેડલાઈન બહાર પાડી
T20 વર્લ્ડકપ 2024 ની શરૂઆત 1લી જૂનથી થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે. આ ટૂર્નામેન્ટમા ટીમ ઈન્ડિયાની ટીમમાં કોને સ્થાન મળશે તે અંગે દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલમા સામે આવ્યો છે જેમાં ICC ટીમ જાહેર કરવાની ડેડલાઈન બહાર પાડી શકે છે. દરેક દેશોએ 1 મે સુધીમાં તેમની સંભવિત ટીમ જાહેર કરવી પડશે.
IPL 2024 વચ્ચે ટીમની જાહેરાત કરાશે
ભારતની લોકપ્રિય T20 લીગ IPL માર્ચના છેલ્લા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. આ ટુર્નામેન્ટ મેના અંત સુધીમાં પુરી થઈ શકે છે. જો કે તેની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ICC દ્વારા ટીમની જાહેરાતની અંતિમ તારીખ 1 મે જણાવવામાં આવી રહી છે. જ્યારે 20 મે સુધી ટીમો તેમની 15 સભ્યોની ટીમમાં ફેરફાર પણ કરી શકે છે. એટલે કે, IPLના પ્રથમ ચરણ બાદ ટૂર્નામેન્ટની મધ્યમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ માટે પોતાની સંભવિત ટીમ જાહેર કરશે.
ICCની ડેડલાઈન
20 મે સુધી બધી જ ટીમો પોતાની ટીમમાં ફેરફારો કરી શકે છે. 21 મે પછી જો કોઈને પણ પોતાની ટીમમાં ફેરફાર કરવો હોય તો તેણે ICC પાસેથી વિશેષ પરવાનગી લેવી પડશે. એટલે કે મે મહિનામાં ગમે ત્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. જોકે, આ અંગે ICC દ્વારા સત્તાવાર જાહેરાતની હજુ રાહ જોવાઈ રહી છે.
ટૂર્નામેન્ટની શરૂઆત 1 જૂનથી થશે
T20 વર્લ્ડકપ 2024નું આયોજન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમા કરવામા આવશે. 1 જૂનથી આ ટૂર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ માટે 20 ટીમોને પાંચ-પાંચ ટીમોના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આકર્ષણ બનેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે. જ્યારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાવાની છે. જેમાંથી 16 મેચોનું આયોજન અમેરિકા કરશે અને 32 મેચ કેરેબિયન ભૂમિ પર રમાશે.