- સેરેના વિલિયમ્સ કારકિર્દીની અંતિમ ટુર્નામેન્ટ રમવા ઉતરી
- 400 હીરા જડેલા શૂઝ અને ડિઝાઈન ડ્રેસ પહેલી સેરેના રમી મેચ
- સેરેનાના શૂઝ-ડ્રેસના ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ આ દિવસોમાં વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ યુએસ ઓપન 2022માં ભાગ લઈ રહી છે. તેણે પોતાની પ્રથમ મેચ શાનદાર રીતે જીતી હતી, જે યાદગાર બની ગઈ છે. આ મેચ જીત કરતાં વધુ હીરાના કારણે ચર્ચામાં છે.

સેરેનાના 400 હીરા જડિત શૂઝ
વાસ્તવમાં 23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ આ મેચમાં હીરા જડેલા શૂઝ પહેરીને આવી હતી. હીરા પણ બહુ ઓછા ન હતા, પરંતુ જૂતામાં 400 જડેલા હતા. આ ડાયમંડ જડિત શૂઝ મેચમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ખાસ ડિઝાઈન ડ્રેસ પહેર્યો
આટલું જ નહીં આ પ્રથમ મેચમાં સેરેના ખાસ ડ્રેસ પહેરીને આવી હતી. આ ડ્રેસ પણ તેણે જાતે જ ડિઝાઇન કર્યો હતો. તેની 5 વર્ષની પુત્રી ઓલિમ્પિયાએ પણ તેની માતા જેવો જ ડ્રેસ પહેર્યો હતો. સેરેનાના શૂઝ અને ડ્રેસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

પ્રથમ રાઉન્ડમાં સેરેનાની જીત
યુએસ ઓપન 2022માં, મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં, સેરેનાનો મુકાબલો મોન્ટેનેગ્રોની ખેલાડી ડાંકા કોવિનિચ સામે થયો હતો, જેણે 80મા ક્રમની ડાંકાને સીધા સેટમાં 6-3, 6-3થી હરાવ્યો હતો. અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂકી છે. આ તે ખેલાડીની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ બનવા જઈ રહી છે. આમાં તેણે જીત સાથે શરૂઆત કરી હતી. હવે તે ટાઈટલ જીત્યા બાદ નિવૃત્તિ લેવા ઈચ્છશે.
USAના પૂર્વ રાષ્ટ્રપતિ, માઈક ટાયસન સ્ટેડિયમમાં
સેરેના વિલિયમ્સે મેચમાં હાથથી ડિઝાઇન કરેલા નાઇકી શૂઝ પહેર્યા હતા. સેરેનાની પ્રથમ મેચ જોવા માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, માર્ટિના નવરાતિલોવા, માઈક ટાયસન, સેરેનાની દાદી અને પુત્રી પણ હાજર રહ્યા હતા.

17 વર્ષની ઉંમરે પહેલું US ઓપન ટાઇટલ જીત્યું
સેરેનાએ 1999માં 17 વર્ષની ઉંમરમાં યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. મેચ જીત્યા બાદ છ વખતની યુએસ ઓપન ચેમ્પિયન સેરેનાએ કહ્યું, 'જ્યારે હું કોર્ટ પર આવી ત્યારે દર્શકોએ જે રીતે સ્વાગત કર્યું તેનાથી હું ખૂબ જ ખુશ હતી. હું તેને ક્યારેય ભૂલીશ નહીં.' 1999માં જ્યારે સેરેનાએ તેનું પહેલું યુએસ ઓપન ટાઇટલ જીત્યું ત્યારે તેણે વાળમાં સફેદ મોતી પહેરીને મેચમાં પ્રવેશ કર્યો હતો. હવે 40 વર્ષની ઉંમરે સેરેનાએ પોતાની છેલ્લી ટૂર્નામેન્ટને ડાયમંડ શૂઝ પહેરીને યાદગાર બનાવી દીધી છે. 1999માં જ્યારે સેરેનાએ તેનું પહેલું યુએસ ઓપન ટાઇટલ જીત્યું ત્યારે તેણે વાળમાં સફેદ મોતી પહેરીને મેચમાં પ્રવેશ કર્યો હતો. હવે 40 વર્ષની ઉંમરે સેરેનાએ પોતાની છેલ્લી ટૂર્નામેન્ટને ડાયમંડ શૂઝ પહેરીને યાદગાર બનાવી દીધી છે.