• અંડર-19 એશિયા કપનું શિડ્યૂલ જાહેર
  • દુબઈમાં કરવામાં આવ્યું ટૂર્નામેન્ટનું આયોજન
  • અંડર-19 એશિયા કપ 8 ડિસેમ્બરે શરૂ થશે

એશિયન ક્રિકેટ કાઉન્સિલે અંડર 19 એશિયા કપ 2023નું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન દુબઈમાં થશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 10ડિસેમ્બરે રમવામાં આવશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું નૈતૃત્વ ઉદય સહારન કરશે. ઉદયનું પરફોર્મન્સ અનેત મેચમાં સારૂં રહ્યું છે. આ સાથે રૂદ્ર પટેલ અને મુશીર ખાન જેવા શ્રેષ્ઠ ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી છે.


પ્રથમ મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ

અંડર-19 એશિયા કપ 8 ડિસેમ્બરે શરૂ થશે. પ્રથમ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવશે. ટૂર્નામેન્ટના બીજા દિવસે બાંગ્લાદેશ અને UAE વચ્ચે મેચ રમવામાં આવશે. શ્રીલંકા અને જાપાનની ટીમ 9 ડિસેમ્બરે આમને-સામને આવશે. ACCએ 2 ગ્રુપ બનાવ્યા છે. A ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળ સામેલ છે. સાથે B ગ્રુપમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, UAE અને જાપાનને સામે કરવામાં આવ્યું છે.

10 ડિસેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમવામાં આવશે મેચ

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા અંડર-19 એશિયા કપ 2023માં પ્રથમ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે. સાથે બીજી મેચ પાકિસ્તાન વિરુદ્ધ છે. આ મેચ 10 ડિસેમ્બરે દુબઈમાં રમવામાં આવશે. જે બાદ ત્રીજી મેચ નેપાળ વિરુદ્ધ છે. ભારત અને નેપાળ વચ્ચે 12 ડિસેમ્બરે મેચ રમવામાં આવશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 15 ડિસેમ્બરે રમવામાં આવશે. સાથે બીજી સેમીફાઈનલ મેચ પણ આ દિવસે જ રમવામાં આવશે. અંડર-19 એશિયા કપ 2023ની ફાઈનલ મેચ 17 ડિસેમ્બરે દુબઈમાં રમવામાં આવશે.

  • Follow us on: