• લોકસભા ચૂંટણીને કારણે IPLના શિડ્યુલમાં થશે ફેરફાર
  • મતદાનની તારીખ અનુસાર શિડ્યુલની બનાવાશે
  • પ્રારંભિક મેચોનું શિડ્યુલ પહેલા જાહેર કરવામાં આવશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 17ના શિડ્યુલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. IPL 17નું શિડ્યુલ એકસાથે જાહેર કરવામાં આવશે નહી. IPL 17ના શિડ્યુલને જુદા જુદા પૃષ્ઠ મુજબ જાહેર કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ IPL 17નું શિડ્યુલ બનાવવામાં વ્યસ્ત છે. તેઓ ટૂંક સમયમાં જ શિડ્યુલ જાહેર કરી શકે છે.

IPL 2024નું શિડ્યુલ થઈ રહ્યું છે તૈયાર

IPLનું શિડ્યુલ લોકસભાની ચૂંટણીને કારણે એકસાથે જાહેર કરવામાં આવશે નહી. જો કે, લોકસભાની ચૂંટણી હોવા છતાં પણ IPLની 17મી સિઝન ભારતમાં જ રમાશે. મળતી માહિતી મુજબ એક સ્ત્રોતના સંદર્ભમાં દાવો કરવામાં આવ્યો છે કે, " IPL નું શિડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઘણું નક્કી કરવામાં આવી ગયું છે. અંતિમ જાહેરાત ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ જ કરવામાં આવશે.

2019માં પણ, લોકસભાની ચૂંટણી હોવા છતાં, IPLનું આયોજન ભારતમાં જ થયું હતું. BCCIના એક અધિકારીએ જણાવ્યું છે કે, "તમામ ટીમોની પ્રારંભિક મેચોનું શિડ્યુલ પહેલા જાહેર કરવામાં આવશે. આ પછી મેદાની મતદાન અંગેનું ચિત્ર સ્પષ્ટ થતાં જ તમામ ટીમોની બાકીની મેચોની જાહેરાત કરવામાં આવશે.

વર્લ્ડ કપને કારણે વર્ક લોડ મેનેજ કરાશે

IPLની 17મી સિઝન માર્ચના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. હાલમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમવામાં વ્યસ્ત છે. ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ ખેલાડીઓને થોડા દિવસનો આરામ પણ આપવામાં આવશે. આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCI ખેલાડીઓના વર્ક લોડને મેનેજ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

IPLની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાશે. 5 જૂનથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓને તૈયારી માટે 8 થી 10 દિવસનો સમય મળશે. જો કે, જે ખેલાડીઓની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે તેમને વર્લ્ડકપની તૈયારી માટે પહેલાથી જ અમેરિકા મોકલી શકાય છે.

  • Follow us on: