• ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં છે
  • દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલાં ટીમ ઈન્ડિયાની કોમ્બિનેશન પર નજર
  • ભારતીય ટીમના પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર જોવા મળશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે T-20 સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલાથી જ સિરીઝ જીતીને આગળ વધ્યું છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે સિરીઝ 4-1થી કબજે કરી લેશે. આજની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.

આજની મેચમાં પણ ભારતીય બેટ્સમેનો અસરકરાક રીતે જોવા મળી શકે છે. જેમાં પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ, રૂતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ઈશાન કિશનના સ્થાને જીતેશ શર્માએ બેટિંગથી સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા.

આ T-20 સિરીઝમાં ભારતીય બેટ્સમેનોની ચમક જોવા મળી રહી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ, રૂતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનએ શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લી મેચમાં ઈશાન કિશનની જગ્યાએ રમી રહેલા જીતેશ શર્માએ પણ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. બોલિંગમાં સ્પિનર ​​રવિ બિશ્નોઈએ અત્યાર સુધી સાત વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું છે.

જોકે, પાંચમી T20 મેચમાં તમામની નજર શ્રેયસ ઐયર અને દીપક ચહર પર રહેશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા શ્રેયસ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે. થોડા દિવસ પહેલા જ તેણે ODI વર્લ્ડ કપમાં આ મેદાન પર નેધરલેન્ડ સામે સદી ફટકારી હતી. બીજી તરફ દીપક ચહરે પણ ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ વાપસી કરી છે.

આ બે ખેલાડીઓ પ્રવેશ કરી શકે છે

પાંચમી T20 મેચ માટે ભારતીય ટીમના પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. કેપ્ટન સૂર્યકુમાર આ મેચમાં સ્પિનર ​​વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે, જેથી તે આફ્રિકા પ્રવાસ પહેલાં તેનો ફોર્મ પણ જાણી શકાય છે. સુંદર છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પરેશાન હતો. સુંદરને લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલના સ્થાને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે, જેને દક્ષિણ આફ્રિકા સામેની T20 ટીમમાં જગ્યા મળી નથી. આ સાથે ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ આ મેચમાં તક મળી શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. જેમાં ટીમ જીત સાથે શ્રેણી સમાપ્ત કરીને પરત ફરવા માંગશે.

સંભાવિત પ્લેઈંગ ઈલેવન

પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રૂતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, દીપક કુમાર, મુકે ચહર.

પાંચમી T20માં ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), બેન દ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા.

  • Follow us on: