બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ક્રિકેટની એક ઐતિહાસિક મેચ છે, જેમાં હંમેશા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે છે. આ વખતે ભારતના યુવા ખેલાડીઓ માટે ખાસ તક છે, કારણ કે આ પ્રતિષ્ઠિત શ્રેણીમાં 8 નવા ચહેરાઓ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ યુવા ખેલાડીઓ તેમની પ્રતિભા બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ટ્રોફી આ ખેલાડીઓ માટે કોઈ પડકારથી ઓછી નહીં હોય, પરંતુ તેઓ પોતાની મહેનત અને કૌશલ્યથી તેને જીતવાની પૂરી ક્ષમતા ધરાવે છે. આવો જાણીએ કોણ છે આ ચમકતા સિતારા.

યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલ એક યુવા અને પ્રતિભાશાળી ઓપનિંગ બેટ્સમેન છે જે તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેની આક્રમક બેટિંગ ભારતીય ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સરફરાઝ ખાન
સરફરાઝ ખાન એક વિસ્ફોટક બેટ્સમેન છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. તેની વિશેષતા એ છે કે તે મોટો સ્કોર કરવામાં સક્ષમ છે અને તેની ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે.

હર્ષિત રાણા
હર્ષિત રાણા એક યુવા ઝડપી બોલર છે જે તેની ઝડપી બોલિંગ અને લાઇન-લેન્થ માટે જાણીતો છે. તે પોતાની આક્રમક બોલિંગ સ્ટાઈલથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેનું પ્રદર્શન જોવા જેવું રહેશે.

નિતીશ રેડ્ડી
નિતીશ રેડ્ડી એક ઉભરતો ઓલરાઉન્ડર છે જે બોલ અને બેટ બંનેથી યોગદાન આપવા સક્ષમ છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાની મહેનતના આધારે રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી છે.

અભિમન્યુ ઇશ્વરન
અભિમન્યુ ઇશ્વરન એક પ્રતિભાશાળી બેટ્સમેન છે જે તેની સાતત્યતા અને શ્રેષ્ઠ બેટિંગ કુશળતા માટે જાણીતો છે. તે લાંબા સમયથી સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ધ્રુવ જુરેલ
ધ્રુવ જુરેલ યુવા વિકેટકીપર-બેટ્સમેન છે. તેણે અંડર-19 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે તેની ઉત્તમ વિકેટકીપિંગ અને આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેનું ડેબ્યૂ ટીમને મજબૂત બનાવી શકે છે.

આકાશી દીપ
આકાશ દીપ એક ઝડપી બોલર છે જેની પાસે પેસ અને સ્વિંગની સારી કમાન્ડ છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે અને તેને ભારતીય ટીમમાં નવા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે.

પ્રસિદ્ધ કૃષ્ણા
પ્રસિદ્ધ કૃષ્ણા એક એવો ફાસ્ટ બોલર છે જે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પોતાની પેસ અને બાઉન્સથી પરેશાન કરી શકે છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય મેચોનો પણ થોડો અનુભવ છે અને તે પોતાની ધારદાર બોલિંગથી ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.