• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં કરાયું વનડે વર્લ્ડકપનું આયોજન
  • વર્લ્ડકપમાં નહીં જોવા મળે અનેક દિગ્ગજ યુવા ખેલાડી

વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે અને વર્લ્ડકપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમવામાં આવશે. વનડે વર્લ્ડકપમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે અને ભારતના 10 સ્થળ પર 48 મેચ રમવામાં આવશે. જો કે, વર્લ્ડકપને લઈ એક બાજુ ઉત્સાહ છે, તો બીજી તરફ ફેન્સ નિરાશ પણ છે. કારણ કે, અનેક યુવા ખેલાડી અત્યારે ઈજાગ્રસ્ત છે. જેથી આ ખેલાડીઓ વર્લ્ડકપ 2023માં રમી શકશે નહીં.

અક્ષર પટેલ

અક્ષર પટેલની વર્લ્ડકપ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. જો કે, એશિયા કપ દરમિયાન અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો અને હજુ ફિટ થયો નથી. જેથી અક્ષર પટેલને ટીમથી બહાર કરવામાં આવ્યો છે. સાથે ઓલરાઉન્ડર અક્ષરની જગ્યાએ ટીમમાં અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું છે.

ઋષભ પંત

ગત વર્ષે કાર એક્સિડન્ટમાં ઋષભ પંત ગંભીરરીતે ઘાયલ થયો હતો. જેથી ઋષભનું વર્લ્ડકપ રમવાનું સપનું તૂટી ગયું છે. દુર્ઘટના પહેલાં પંતને વર્લ્ડકપ રમનારા ભારતીય ખેલાડીમાં મુખ્ય દાવેદાર તરીકે જોવામાં આવતો હતો, પરંચુ હવે પંત ટીમની બહાર છે.

એશ્ટન અગર

ઓસ્ટ્રેલિયાના સ્પિનર એશ્ટન અગર પણ ઈજાના કારણે 2023 વર્લ્ડકપ રમી શકશે નહીં. અગરની જગ્યાએ સ્ટાર બેટ્સમે માર્નસ લાબુશેનને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે.

વાનિંદુ હસરંગા

શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર વાનિંદુ હસરંગાને વર્લ્ડકપ ટીમથી બહાર કરવામાં આવ્યો છે. હસરંગા હૈમસ્ટ્રિંગ ઈજાના કારણે બહાર છે. આ ઈજા હસરંગાને લંકા પ્રીમિયર લીગ દરમિયાન થઈ હતી. જેથી હસરંગા એશિયા કપમાં પણ રમી શક્યો નહતો,

દુષ્મંથા ચમીરા

શ્રીલંકાના બોલર દુષ્મંથા ચમીરાને પણ 2023 વનડે વર્લ્ડકપથી બહાર થયો છે. લંકા પ્રીમિયર લીગ દરમિયાન દુષ્મંથા ઈજાગ્રસ્ત થયો હતો.

નસીમ શાહ

પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે એશિયા કપમાંથી પણ બહાર થયો હતો. નસીમ શાહનું બહાર થવું એ પાકિસ્તાની ટીમ માટે મોટો ઝટકો છે.

એનરિક નોર્ટઝે અને સિસંડા મગલા

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્ટઝે અને સિસંડા મગલા પણ વર્લ્ડકપ રમશે નહીં. નોર્ટઝે અને મગલાની જગ્યાએ એંડિલે ફેહલુકવાયો અને લિઝાદ વિલિયમ્સને સાઉથ આફ્રિકાની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ

વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેગા ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરે રાખવામાં આવી છે.

  • Follow us on: