• ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ રમશે
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ભારતીય ટીમે કરી મોટી ભૂલ
  • હરભજન સિંહે ભારતીય ટીમની ભૂલ જણાવી

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ 2023 માટે તૈયાર છે. વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝ રમશે. આ સીરિઝ માટે ભારતે ટીમ જાહેર કરી દીધી છે. જેમાં રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઈ હરભજન સિંહે પ્રતિક્રિયા આપી છે. ભજ્જીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતને 2 ઓફ સ્પિનર્સની જરૂર નથી.

હરભજન સિંહે શું કહ્યું?

હરભજન સિંહે કહ્યું કે, પ્રથમ વાત તો એ કે, વોશિંગ્ટન સુંદર એશિયા કપમાં ભારતની મુખ્ય ટીમનો ભાગ નહતો. બીજી વાત એ કે, રવિચંદ્રન અશ્વિનને ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આને જોઈને એવું લાગી રહ્યું છે કે, ભારતીય ટીમ ઓફ સ્પિનરની શોધમાં છે. હવે તેને એ વાતનો અનુભવ થયો છે કે, પહેલાં ટીમમાં ઓફ સ્પિનરને ટીમમાં સ્થાન ન આપીને તેણે ભૂલ કરી છે.

જાડેજા અને કુલદીપનું રમવું નક્કી

તેમણે આગળ કહ્યું કે, તમે 3 સ્પિનર્સને ટીમમાં સામેલ કરી શકો નહીં. તમારે ટીમમાં 2 જ સ્પિનર્સ રાખવાની જરૂર છે. રવિન્દ્ર જાડેજા નિશ્ચિતરૂપે રમશે. એનાથી કોઈ ફરક નથી પડતો કે, તમારી પાસે કેટલા ડાબોડી સ્પિનર્સ છે. બીજા સ્પિનર કુલદીપ યાદવ હશે. કુલદીપનું સ્થાન કોઈ લઈ શકે નહીં.

કુલદીપે કર્યું પ્રભાવી પ્રદર્શન

જો એશિયા કપ 2023માં ભારતીય સ્પિનર્સના પ્રદર્શન પર નજર કરવામાં આવે, તો તેમાં કુલદીપ યાદવે પ્રભાવી પ્રદર્શન કર્યું છે. કુલદીપે 5 મેચમાં 9 વિકેટ લીધી છે. કુલદીપે 28.3 ઓવરમાં 103 રન આપ્યા છે. સાથે રવિન્દ્ર જાડેજાએ 6 મેચમાં 6 વિકેટ લીધી છે. સાથે જાડેજાએ 35 ઓવરમાં 152 રન આપ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ મોહમ્મદ સિરાઝે લીધી છે. સિરાઝે 5 મેચમાં 10 વિકેટ લીધી છે, જ્યારે હાર્દિક પંડ્યાએ 5 મેચમાં 6 વિકેટ લીધી છે.

  • Follow us on: