- આવતીકાલે ભારતીય ટીમ રમશે વોર્મઅપ મેચ
- ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે મેચ
- વોર્મઅપ મેચ માટે ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી
વનડે વર્લ્ડકપ માટે મોટા ભાગની ટીમ ઈન્ડિયા આવી ગઈ છે. 5 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડકપ પહેલાં 4 દિવસ વોર્મઅપ મેચ રમવામાં આવશે. જે અંતર્ગત ટીમ ઈન્ડિયા આવતીકાલે વોર્મઅપ મેચ રમશે. આ મેચ ગુવાહાટીમાં રમવામાં આવશે. જેથી ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી છે. BCCIએ ટીમ ઈન્ડિયાનો વીડિયો શેર કર્યો છે. જેમાં ગુવાહાટીમાં ક્રિકેટ ફેન્સ ખેલાડીઓની એક ઝલક જોવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
ક્રિકેટ ફેન્સમાં જોરદાર ઉત્સાહ
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ટીમ ઈન્ડિયાને જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ પર આવ્યા છે. આ દરમિયાન અનેક ફેન્સ ખેલાડીઓનો ફોટો ક્લિક કરતા જોવા મળ્યા છે. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ફેન્સને ફ્લાઈંગ કિસ આપતો જોવા મળી રહ્યો છે. જે બાદ ટીમ ઈન્ડિયા ગુવાહાટીની હોટલમાં જાય છે. જ્યાં તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે.
આવતીકાલે પ્રથમ વોર્મઅપ મેચ
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ બારસાપારા સ્ટેડિયમમાં આવતીકાલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વોર્મઅપ મેચ રમશે. જે બાદ બીજી વોર્મઅપ મેચ 3 ઓક્ટોબરો નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ કરવામાં આવશે. ભારતીય ટીમે પોતાની સ્ક્વોડમાં એક ફેરફાર કર્યો છે. જેમાં અક્ષર પટેલના સ્થાને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વર્લ્ડકપ માટે ભારતની ટીમ-
રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન