• 5 ઓક્ટોબરે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આજથી વર્લ્ડકપ પહેલાં વોર્મઅપ મેચ શરૂ
  • ભારત આવતીકાલે રમશે વોર્મઅપ મેચ

વર્લ્ડકપ 2023 માટે તમામ ટીમનું ભારતમાં આગમન થઈ ગયું છે. ખેલાડીઓ સાથે ક્રિકેટ ફેન્સ પણ વર્લ્ડકપને લઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 5 ઓક્ટોબરે વર્લ્ડકપની પ્રથમ મેચ ગત વિજેતા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવશે. 26 દિવસ ચાલનારા ક્રિકેટના આ મહાકુંભમાં 48 મેચ રમવામાં આવશે. તમામ ટીમ પોતાના પ્રતિદ્વંદી ટીમ સાથે 9 મેચ રમશે. મુખ્ય મેચ શરૂ થયા પહેલાં તમામ ટીમ પ્રેક્ટિસ મેચ રમશે.

આજથી પ્રેક્ટિસ મેચ શરૂ થશે

આજથી અલગ-અલગ સ્ટેડિયમમાં 3 અભ્યાસ મેચ રમવામાં આવશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ અભ્યાસ મેચ હૈદરાબાદમાં રમવામાં આવશે. આજે બીજી અભ્યાસ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવશે, જ્યારે ત્રીજી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવશે. આ તમામ મેચ બપોરે 12 વાગ્યે શરૂ થશે.


આવતીકાલે ભારતની પ્રેક્ટિસ મેચ

આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમવામાં આવશે. સાથે ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડની મેચ પણ આવતીકાલે બપોરે 12 વાગ્યે શરૂ થશે. 1 ઓક્ટોબરે કોઈ અભ્યાસ મેચનું આયોજન કરવામાં આવ્યું નથી. 2 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ તથા બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમવામાં આવશે. 3 ઓક્ટોબર પ્રેક્ટિસ મેચનો છેલ્લો દિવસ છે. આ દિવસે ભારત- નેધરલેન્ડ, અફઘાનિસ્તાન-શ્રીલંકા અને પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમવામાં આવશે.

  • Follow us on: