- બાંગ્લાદેશે વર્લ્ડકપ ટીમની કરી જાહેરાત
- વર્લ્ડકપ ટીમમાં તમીમ ઈકબાલને ન મળ્યું સ્થાન
- તમીમ ઈકબાલે ઈમોશનલ પોસ્ટ શેર કરી
બાંગ્લાદેશની વનડે વર્લ્ડકપ 2023 માટે જાહેર થયેલી 15 સભ્યોની ટીમને લઈ તમામ ક્રિકેટ ફેન્સ હેરાન થયા છે. બંગ્લાદેશની ટીમમાં અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલનું નામ સામેલ નથી. તેમને સ્થાન ન મળવા પાછળ તેના કેપ્ટન શાકિબ અલ હસન સાથેના ખરાબ સંબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમીમે હવે વર્લ્ડકપ માટે પસંદ ન થવા પર ફેન્સ માટે ભાવૂક સંદેશ લખ્યો છે.
તમીમ ઈકબાલે ફેસબૂક પર કરી પોસ્ટ
તમીમ ઈકબાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક પર પોસ્ટ કરીને પોતાના ભાવૂક સંદેશમાં લખ્યું કે, કાંઈ વધુ કહેવા માંગતો નથી. તમે તમામ સારા રહો અને મારા માટે પ્રાર્થના કરો. એક બીજી વાત તમે લોકો મને ભૂલજો નહીં.
અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ રમશે પ્રથમ મેચ
વનડે વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશની ટીમનું શિડ્યૂલ જોવામાં આવે તો, બાંગ્લાદેશ 7 ઓક્ટોબરે અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચ ધર્મશાળામાં રમવામાં આવશે. જે બાદ 10 ઓક્ટોબરે બાંગ્લાદેશ આ જ મેદાન પર ગત વિજેતા ઈંગ્લેન્ડ સામે મેદાને ઉતરશે.
વર્લ્ડકપ માટે બાંગ્લાદેશની ટીમ-
શાકિબ અલ હસન(કેપ્ટન), મુશફિકુર રહીમ(વિકેટકીપર), લિટ્ટન દાસ(ઉપ-કેપ્ટન), નઝમુલ હુસૈન શાંતો, તૌહીદ હ્રદોય, મહેંદી હસન મિરાજ, તસ્કીન અહમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, શોરફુલ ઈસ્લામ, નસુમ અહમદ, મહેંદી હસન, તંજીદ હસન, તંજીમ હસન, મહમુદુલ્લાહ