• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆ
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • વર્લ્ડકપ પહેલાં સાઉથ આફ્રિકાનો કેપ્ટન ઘરે ગયો

વર્લ્ડકપ પહેલાં સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા વર્લ્ડકપ પહેલાં સાઉથ આફ્રિકા ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાવુમા અંગત કારણને લઈ ઘરે પરત ફર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાની ટીમ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ વિરુદ્ધ વોર્મઅપ મેચ રમશે. અફઘાનિસ્તાન વિરુદ્ધ 29 સપ્ટેમ્બરે અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ  2 ઓક્ટોબરે વોર્મઅપ મેચ રમશે. આ મેચ ટેંબા બાવુમા રમશે નહીં

ટેંબા બાવુમા ભારત પરત ક્યારે આવશે?

વર્લ્ડકપ 2023ની ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરે યોજાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ટેંબા બાવુમા સેરેમની સુધી પરત આવી જશે. સાઉથ આફ્રિકી ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત શ્રીલંકા વિરુદ્ધ 7 ઓક્ટોબરે મેચ રમીને કરશે. જે બાદ સાઉથ આફ્રિકી ટીમ પોતાની બીજી વર્લ્ડકપ મેચ 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. ટેંબા બાવુમાની ગેરહાજરીમાં એડમ માર્કરમ ટીમનું નૈતૃત્વ કરશે.


વર્લ્ડકપમાં આ ટીમ વિરુદ્ધ રમશે સાઉથ આફ્રિકા

સાઉથ આફ્રિકા પોતાની ત્રીજી મેચ નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે 17 ઓક્ટોબરે મેચ રમવામાં આવશે, જ્યારે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમ 21 ઓક્ટોબરે આમને-સામને આવશે, જે બાદ સાઉથ આફ્રિકાની ટીમ બાંગ્લાદેશ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમશે.

  • Follow us on: