• ઓસ્ટ્રેલિયામાંથી મેક્સવેલે સૌથી વધારે વિકેટ લીધી
  • જસપ્રિત બુમરાહે 3 મહત્ત્વની વિકેટ ખેરવી હતી
  • રાજકોટમાં છેલ્લી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા

વર્લ્ડકપની મેચ પહેલા ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે મોટી ધોબી પછટાડ મળી છે. રાજકોટના મેદાન પર રમાયેલી મેચમાં હીરો ગણાતા બેટ્સમેનની બીજી ઈનિંગના શરૂઆતના સમયમાં વિકેટ પડી જતા આઉટ થઈ ગયા હતા. છેલ્લી મેચમાં 353 રનના ઓસ્ટ્રેલિયાના ટાર્ગેટ સામે ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 286 રન કરી શકી હતી. આમ ટીમને 66 રને હાર સ્વીકારવી પડી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને 353 રન કર્યા હતા. જ્યારે 7 વિકેટ ગુમાવી હતી. જેની સામે ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 286 રન કરી શકી હતી. 49.4 ઓવરમાં આખી ટીમ આઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાની રણનીતિ

સમગ્ર મેચમાં ઓસ્ટ્રેલિયાની રણનીતિ કામ કરી રહી હતી. પહેલા ચાર બેટ્સમેને સારો એવો સ્કોર ઊભો કરી દેતા પાછળના બેટ્સમેને માત્ર સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. મેક્સવેલની કાતિલ બોલિંગ સામે ભારતીય બેટ્સમેન કોઈ મોટા સ્કોર સુધી પહોંચીં શક્યા નહીં. મેક્સવેલે 10 ઓવરમાં માત્ર 40 રન આપીને 4 મોટી વિકેટ ખેરવી હતી. જેની શરૂઆત વૉશિંગટન સુંદરની વિકેટથી થઈ હતી. વિરાટે 61 બોલમાં 56 રન કર્યા હતા. પણ આ સ્કોર ભારતીય ટીમને જીત અપાવી શક્યો નહીં. જોકે, ટીમ ઈન્ડિયાએ સીરિઝ ભલે જીતી પણ ઓસ્ટ્રેલિયાની ટીમે ચાહકોના દિલ જીતી લીધા એમ કહેવામાં કંઈ ખોટું નથી. મિશેલ માર્શે સૌથી વધારે રન કર્યા હતા. 84 બોલમાં 13 ફોર અને 3 સિક્સ મારીને 96 રન બનાવ્યા હતા. પણ સેન્ચુરી સુધી પહોંચી શક્યો નહીં.

બોલર સફળ પણ જીત ન મળી

ભારતીય ક્રિકેટ ટીમની વાત કરવામાં આવે તો બુમરાહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા વિકેટ ખેરવવામાં સફળ રહ્યા હતા. બુમરાહે ત્રણ અને યાદવે બે વિકેટ ખેરવી હતી. ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત ધમાકેદાર રહી હતી. ડેવિડ વૉર્નરે 34 બોલમાં 56 રન કર્યા હતા. જેમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. 78 રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયા ટીમ મોટો સ્કોર ઊભો કરવામાં સફળ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમનું ઓસ્ટ્રેલિયાને ક્લિપ સ્વીપ કરવાનું સપનું અધુરૂ રહ્યું હતું. ટીમ ઈન્ડિયા હવે છેલ્લી મેચની હાર સાથે વર્લ્ડકપમાં જશે. હવે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની મેચ તારીખ 8 ઑક્ટોબરના રોજ રમાશે. ઓસ્ટ્રેલિયા ટીમ પાંચ વખત અને ભારત બે વખત વિશ્વકપ જીતી ચૂક્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ બન્ને વિશ્વકપની ટ્રોફી જીતવા માટેની દાવેદાર ટીમ છે.

રાજકોટની ધરતી પર ત્રીજી હાર

ચાર વન ડે મેચની શ્રેણીમાં છેલ્લી મેચ રાજકોટમાં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમની રાજકોટમાં આ ત્રીજી હાર છે. વર્ષ 2013માં ભારતીય ક્રિકેટ ટીમ અહીં પહેલી વખત મેચ રમી હતી. એ સમયે ઈંગ્લેન્ડની સામે 9 રનથી ટીમ હારી હતી. વર્ષ 2015માં સાઉથ આફ્રિકા સામે અહીં મેચ રમાઈ હતી. એ સમયે ટીમ ઈન્ડિયા 18 રનથી હારી ગઈ હતી. વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 36 રને એક વખત રાજકોટમાં જીતી હતી. પણ હવે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની કારમી હાર થઈ છે. સૂર્યકુમાર યાદવે સારો મેચ ફિનિશર રહ્યો છે. પણ રાજકોટની ધરતી પર તે મેચ ફિનિશર તરીકે પુરવાર થયો નથીં. માત્ર આઠ રન જ કરી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં શરૂઆતના ચાર બેટ્સમેને હાફ સેન્ચુરી ફટકારતા ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો હતો. માર્નસ લાબુશેને 72 રન કર્યા હતા.

  • Follow us on: