- આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
- ભારતીય ટીમ વર્લ્ડકપ માટે તૈયાર
- રોહિત શર્માએ કહ્યું વર્લ્ડકપ જીતવો એ મારૂં લક્ષ્ય
ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે વર્લ્ડકપ 2019 બેટ્સમેન તરીકે શાનદાર રહ્યો હતો. જો કે, ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવામાં સફળ રહી નહતી. ભારતીય ટીમને સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપ 2019માં રોહિત શર્માએ 5 સદી ફટકારી હતી. જેમાં રોહિતે સળંગ 3 મેચમાં 3 સદી ફટકારી હતી. રોહિત શર્માએ આ સદી સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ ફટકારી હતી. સાથે જ રોહિત શર્માએ એક વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ પહેલાં એક વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારાના નામે હતો. વર્લ્ડકપ 2015માં કુમાર સંગાકારાએ 4 સદી ફટકારી હતી.
'હું માત્ર વર્લ્ડકપ જીતવા માંગુ છું'













