• 5 ઓક્ટોબરે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • શ્રીલંકાએ વર્લ્ડકપ માટે ટીમ જાહેર કરી

ભારતમાં 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપ શરૂ થશે. આ ટૂર્નામેન્ટ માટે શ્રીલંકાએ પોતાની ટીમની જાહેરાત કરી છે. દાસુન શનાકા વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમનું નૈતૃત્વ કરશે, જ્યારે કુસલ મેન્ડિસ ઉપ-કેપ્ટનની ભૂમિકા નિભાવશે. આ ટીમમાં ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને સ્થાન આપવામાં આવ્યું નથી.

7 ઓક્ટોબરે શ્રીલંકાની પ્રથમ મેચ

દાસુન શનાકાના નૈતૃત્વવાળી શ્રીલંકાની ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત આફ્રિકા વિરુદ્ધ મેચ રમીને કરશે. શ્રીલંકા અને સાઉથ આફ્રિકા 7 ઓક્ટોબરે આમને-સામને આવશે. આ મેચ દિલ્લીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

વર્લ્ડકપ માટે શ્રીલંકાની ટીમ-

દાસુન શનાકા(કેપ્ટન), કુસલ મેન્ડિસ(ઉપ-કેપ્ટન), કુસલ પરેરા, પશુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, સદીરા સમકવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દુશન હેમંથા, મહેશ તીક્ષ્ણા, ડુનિથ વેલ્લાલાગે, કસુન રજિથા, મથીશ પથિરાના લહિરુ કુમારા અને દિલશાન મદુશંક

રિઝર્વ પ્લેયર- ચમિકા કરુણારત્ને

હસરંગાને ટીમમાં ન મળ્યું સ્થાન

લંકા પ્રીમિયર લીગ દરમિયાન ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગા ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે ફાઈનલ મેચ રમી શક્યો નહતો, પરતું આમ છતાં વાનિંદુ હસરંગાને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો. લંકા પ્રીમિયર લીગમાં વાનિંદુ હસરંગા બી-લવ કેન્ડી ટીમનો કેપ્ટન હતો. બી-લવ કેન્ડી ટીમને લંકા પ્રીમિયર લીગનો ખિતાબ પોતાને નામે કર્યો હતો. જો કે, વાનિંદુ હસરંગા ઈજાના કારણે ખિતાબી મેચ રમી શક્યો નહતો. સાથે વાનિંદુ હસરંગા ઈજાના કારણે એશિયા કપમાં પણ રમી શક્યો નહતો, પરંતુ એવું માનવામાં આવતું હતું કે, હસરંગા વર્લ્ડકપ પહેલાં ફિટ થઈ જશે. જો કે, વર્લ્ડકપ ટીમમાં હસરંગાને સ્થાન નથી મળ્યું, તેના પરથી ખ્યાલ આવે કે હજુ હસરંગા ફિટ થયો નથી. આ શ્રીલંકાની ટીમ માટે મોટો ઝટકો છે.

  • Follow us on: